mysamachar.in-જામનગર
તાજેતરમાં જામનગર પંચકોશી-એ પોલીસ મથક બહાર એક યુવાને ઝેરી દવા પીને આપધાત કરવાનો પ્રયાસ કરીને જામનગર ખાણ ખનીજ વિભાગ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવતા સનસનાટી પ્રસરી જવા પામી હતી…આમ જોઈએ તો જોડિયા અને ધ્રોલ તાલુકામાં ખુલ્લેઆમ રેતીની ખનીજ ચોરી બેરોકટોક ચાલી રહી છે..તેવામાં ખાણ ખનીજની ટીમ દ્વારા તે છોડીને જામનગર તાલુકાના અલિયાબાડાખાતે માત્ર એક ડમ્પર પકડવા જતાં સમયે રકજક બાદ આ મામલો સામે આવતા ખાણ ખનીજ વિભાગ સામે હપ્તાખોરીના આક્ષેપો સાથે યુવાને ઝેરી દવા પીને પોલ ખોલી હોવાનું સામે આવ્યું હતું,
વધુમાં મળતી વિગત મુજબ જામનગર જિલ્લામાં ખાસ કરીને ધ્રોલ અને જોડિયા વિસ્તાર રેતીની ખનીજ ચોરી કરવા ખનીજ માફિયા તત્વોને મોકળું મેદાન બની ગયું છે,અને તંત્રની મીઠી નજર હેઠળ જ રેતી ચોરી ચાલી રહી છે..અને હપ્તાખોરીના ખેલના કારણે આ વિસ્તારની પ્રજાએ પણ વારંવાર રજૂઆત તેમજ આંદોલન કરવા છતાં કોઈ સાંભળતું નથી…
તેવામાં જામનગર ખાણ ખનીજ વિભાગ સામે રેતીની ખનીજ ચોરી મામલે અંતે યુવાને આપધાત કરવાના પ્રયાસના પ્રકરણના ગાંધીનગર સુધી ધેરા પડધા પડયા છે,અને જે રીતે ખાણ ખનીજ વિભાગ સામે હપ્તાખોરીના આક્ષેપો થયા છે તેની ગંભીર નોંધ વડી કચેરી સુધી લેવામાં આવી છે,
આ મામલે જામનગર mysamachar.in સાથેની ટેલિફોનિક વાતચીતમાં ગાંધીનગર ખાણખનીજ વિભાગના કમિશ્નર રૂપવંતસિંગએ જણાવ્યુ હતું કે જામનગર ખાતે રેતી મામલે બનેલ યુવાનના આ આપધાતના પ્રયાસનોં બનાવ બહુ સંવેદનશીલ બાબત છે, જેની ગંભીર નોંધ લઈને આ પ્રકરણની તપાસ ખાણ ખનીજ વિભાગની ફ્લાઈગ સ્કવોડને સોપવામાં આવી છે,અને આ તપાસના અંતે જવાબદારો સામે પગલા ભરવામાં આવશે,ઉપરાંત જામનગર કચેરીમાંથી પણ કોઈ ખોટો માણસ હોઇ શકે અને પબ્લિકમાંથી પણ હોઇ શકે પરંતુ આ મામલાને ગંભીરતાથી લેવામાં આવ્યો હોવાનું રૂપવંતસિંગે mysamachar.in ને જણાવ્યું છે,
વધુમાં જામનગર જિલ્લામાં ખાસ કરીને જે રીતે ધ્રોલ અને જોડિયામાં રેતીની ખનીજ ચોરી થઈ રહી છે તે મામલે પણ ગાંધીનગર ખાણ ખનીજ વિભાગના કમિશ્નર રૂપવંતસિંગનું ધ્યાન દોરવામાં આવ્યું હતું ત્યારે તેઓએ આ રેતી ચોરી પ્રકરણની પણ નોંધ લઇ અને યોગ્ય કાર્યવાહી થશે તેવું જણાવ્યું હતું.