Mysamachar.in-ગાંધીનગર
જેને એક ક્ષણ પર નજરોથી દુર કરવાનું મન ના થાય તેવું એક માસુમ ફૂલ થી પણ કુમળું બાળક જેને કોઈ નિષ્ઠુર વ્યક્તિ ગતરાત્રીના ગાંધીનગરમાં પેથાપુર નજીક છોડીને જતા રહ્યાના કલાકો વીતી ચુકી તમામા માધ્યમો સહીત સોશ્યલ મીડિયામાં પણ આ બાળકની તસ્વીર તેના માતા પિતા સુધી પહોચાડવા માટે ફરી રહી છે, છતાં કલાકો થયા પણ આ બાળકના વાલી વારસ સામે આવ્યા નથી, ત્યારે તરછોડાયેલા બાળક મામલે હાલ પોલીસ પણ ગૂંચવાઈ છે. અને કેટલીય ટીમો ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આ બાળકને મૂકી જનાર અથવા તેના વાલીનું પગેરંઓ મેળવવા માટે કામે લાગે છે, આખરે કેમ ક્યાંયથી પણ બાળકના વાલીનો કોઈ સંપર્ક થઈ નથી રહ્યો છે. પોલીસ ગાંધીનગરના સીસીટીવી ફંગોળી રહી છે, જેથી માસુમના માતાપિતા સુધી પહોંચી શકાય. પરંતુ હજી સુધી કોઈ સમાચાર મળ્યા નથી.
એવામાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંધવી પણ બાળકને મળવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં હર્ષ સંઘવીએ જણાવ્યુ કે, પોલીસની સાત ટીમ અલગ અલગ એન્ગલથી તપાસ કરી રહી છે. સીસીટીવીની પણ તપાસ ચાલી રહ્યાં છે. અને વધુમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને પણ તપાસમાં જોડવા સૂચના અપાઈ છે. ટીમે આખી રાત કરી છે, અને તે હજી પણ ચાલુ છે. આશા છે કે, જલ્દી જ બાળકને મૂકી જનાર શખ્સ પકડાશે. લોકોની લાગણી આ બાળક સાથે છે. આજે મુખ્યમંત્રી પણ આ મામલે સૂચના આપી છે. અમે તબીબોને પણ બાળકની યોગ્ય તપાસ કરવા આદેશ આપ્યા હતા. હાલ બાળક એકદમ સ્વસ્થ છે. ભાજપના કોર્પોરેટર દિપ્તીબેન અને પૂર્વ ધારાસભ્ય રાતથી જ બાળકની સારસંભાળ રાખી રહ્યાં છે. મારી જનતાને અપીલ છે કે, આ તસવીરને તમારા સોશિયલ મીડિયાના માધ્યમથી બતાવો. બાળક વિશે કોઈ પણ માહિતી હોય તો આપો. જેથી પોલીસને કેસ સોલ્વ કરવામાં વધુ મદદ મળશે. સોશિયલ મીડિયાનો તમે આજે સાચા અર્થમાં ઉપયોગ કરી શકશો, આ તક તમારા હાથમાં છે. તેમ પણ હર્ષ સંઘવીએ કહ્યું…
100 થી વધુ પોલીસ કર્મીઓ બાળકના પરિવારજનને શોધવામાં કામે લાગી. તો 7 જેટલી મહિલા પોલીસની ટીમને પણ કામમાં સામેલ કરાઈ છે. બાળકના વાલીને શોધવા માટે 70 થી વધુ સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી રહી છે. તો સાથે જ સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોને પણ જાણ કરાઈ છે. ઓવર ઓલ ઇન્ડિયના સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોને પણ ટેલિફોનિક જાણ કરાઈ છે, જેથી વહેલામાં વહેલી તકે બાળકના વાલીવારસ સુધી પહોંચી શકાય. બાળકને કોણ મૂકી ગયું કયા વાહન પર આવ્યા હતા તે તમામ ટેકનોલોજીના આધારે શોધખોળ ચાલી રહી હોવાનો દાવો કર્યો છે.
સાથે જ મીડિયા દ્વારા વ્યાપક પ્રસિદ્ધિ થાય તેવી પણ અપીલ કરી છે. જરૂર પડે બાળક મૂકી ગયા છે તે સમયગાળાના મોબાઇલ નેટવર્કના આધારે પણ પોલીસ તપાસ કરશે. વાલીને શોધવા માટે પોલીસ પણ મક્કમ બની છે. ગાંધીનગર પોલીસ દ્વારા બાળકના માતા પિતાની જાણકારી આપવા માટે મોબાઈલ નંબરો જાહેર કરાયા છે. ગાંધીનગર પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી કે, જાહેર જનતાને આ નંબરો ઉપર કોઈપણ જાતની માહિતી હોય તો આપવી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના બે પીઆઈ, 4 પીએસઆઈ અને 30 જેટલા પોલીસકર્મી તપાસે લાગ્યા છે.