Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયા તાલુકાના જાક્સીયા ગામની સીમમાં વાડીમાં આવેલ ઓરડીમાં ચાલતા જુગારધામ પર DYSP ની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવતા લાખોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, કમલેશ રામદે સંધીયા અને મોહન બબુદાસ કુબાવત નામના બન્ને ઈસમો જાકસીયા સીમ વિસ્તાર ભાગીદારીમાં તેની વાડીના મકાને બહારથી માણસો ભેગા કરી, પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી ગંજીપત્તાના પાના અને પૈસા વતી પૈસાની હારજીતનો રોન પોલીસનો જુગાર રમી રમાડી જુગારનો અખાડો ચલાવતા હોવાની માહિતી પરથી DYSPની ટીમ દ્વારા આ સ્થળે દરોડો પાડી અને જુગારધારા કલમ 4-5 મુજબની કાર્યવાહી કરી છે.
-કોણ કોણ ઝડપાયું.
-કમલેશભાઇ રામદેભાઇ સંધીયા
-યુસુફ આમદભાઇ ખેરાણી
-સંજયભાઇ ભીખારામ ગોંડલીયા
-યુસુબ હુશેનભાઇ સમા
-રાયશીભાઇ ભીખાભાઇ બડીયાદરા
-નરેશભાઇ ડાયાલાલ રામાવત
-રામદેભાઇ પીઠાભાઇ ખુંટી
-કોને ફરાર દર્શાવવામાં આવ્યા
-આશાબેન કેશુભાઇ
-નયનાબેન રાજેશભાઇ બામણીયા
-મોહન બાબુદાસ કુબાવત
-સ્થળ પરથી પોલીસને કેટલો મુદ્દામાલ કબજે કર્યો
પોલીસે આ સ્થળ પરથી રોકડ રૂપિયા 1,48,600, મોબાઇલ ફોન નંગ-6, ફોરવ્હીલ વાહન ગાડી 3, ટુ વ્હીલર વાહન નંગ-1 મળી કુલ રૂ. 11,41,600.