Mysamachar.in-સુરત
સામાન્ય રીતે મંદિરોમાંથી ચપ્પલ ચોરી થયા તેવી ઘટનાઓ સામે આવતી રહે છે,પણ શું કોઈ માર્કેટમાં તમે ખરીદી કરવા ગયા હોવ અને તમારા ચપ્પલ ચોરી થઇ જાય તો…જી હા આશ્ચર્ય પમાડતી આ ઘટના સુરતમાં હમણા હમણા કેટલાક દિવસોથી સાચી ઠરી છે, સુરતના પુણા-ઉમરવાડામાં આવેલી બોમ્બે માર્કેટમાં બુટ ચપ્પલ ચોરો ફરી કેટલાક દિવસથી સક્રિય થયા છે. કાપડ માર્કેટમાં ખરીદી કરવા આવતાં ગ્રાહકો અને દુકાનદારોના ચપ્પલ અને બુટની ચોરી કરતાં તસ્કરો CCTVમાં કેદ થયા છે. હાલ ચોરીના CCTV સોશિયલ મીડિયામાં પણ વાઈરલ થઈ રહ્યાં છે. CCTVમાં જોઈ શકાય છે કે બે મોઢે માસ્ક પહેરેલા ઈસમો પહેલા દુકાનની બહાર રેકી કરી છે. બે પૈકીનો એક ઇસમ દુકાનની સામે બેસે છે. અને અન્ય ઇસમ રેકી કરી ચપળતા પૂર્વક બુટને ખસેડી બીજા ઇસમ પાસે મૂકી દે છે ત્યારબાદ બીજો ઇસમ તે બુટને કાગળ લપેટી થેલીમાં મૂકી ત્યાથી ફરાર થઇ જાય છે.