Mysamachar.in-સૌરાષ્ટ્ર:
રાજ્યભરમા હોટલ રેસ્ટોરન્ટોએ તેના ભોજન સામગ્રી મેનુ કાર્ડમા ખાદ્ય ચીજોનુ વજન દર્શાવાનુ ફરજીયાત છે છતા હાલારમા દરેક જગ્યાએ તેનુ પાલન થઇ રહ્યુ નથી સરકારની સુચના હોવા છતા તેમજ ગ્રાહક મંડળોએ તેમજ જાગૃત નાગરીકોએ રજુઆતો કરી હોવા છતા અમલ કરાવામા કે પગલા લેવામા તોલમાપ તંત્ર ઉણુ ઉતરે છે, હોટલ-રેસ્ટોરન્ટમાં વજનમાપ કાયદા અન્વયેની એસોસીએશનના હોદેદારો સાથે હોટલ-રેસ્ટોરન્ટમાં વજનકાટો રાખવા બાબતની તથા મેનુમાં દરેક આઈટમની સાથે વજન દર્શાવવા બાબતે તોલમાપ અધીકારીઓ દ્વારા જે તે સમયે ચર્ચા કરવામાં આવેલ હતી અને જણાવેલ કે દરેક હોટલ-રેસ્ટોરન્ટમાં ઈલે.સ્કેલ રાખવા ફરજીયાત છે.
તેમજ મેનુમાં દરેક આઈટમ સાથે વજન દર્શાવવા બાબતની અધીકારીઓએ હોટલ રેસ્ટોરન્ટ માલીકો સાથે ચર્ચા કરી હતી જે અંગે હોટલ-રેસ્ટોરન્ટમાં નિયમઅનુસાર મેનુમાં આઈટમની સામે વજન દર્શાવવાની ખાતરી હોદેદારોએ આપેલ હતી પરંતુ દરેક હોટલ-રેસ્ટોરન્ટમાં મેન્યુમાં દરેક આઈટમની સામે વજન દર્શાવવાની કામગીરી પૂર્ણ થઇ જ નથી ઘણી હોટલ રેસ્ટોરન્ટ ધાબા દુકાન કે કેબીનો એ તેના ખાદ્યચીજ વેચાણના લીસ્ટમા વજન દર્શાવતુ પત્રક કે મેનુ બનાવ્યુ જ નથી જે અંગે ખુબ ફરિયાદો ઉઠી છે તેમ છતા તોલમાપ વિભાગ પગલા પણ લેતુ નથી તેવી અનેક ફરિયાદો મળી રહી છે.






