Mysamachar.in-અમદાવાદ:
આજના સમયમાં દરેક યુવક અને યુવતીને મનપસંદ જીવનસાથીની શોધ હોય છે, અને તેના માટે તે હમેશા પ્રયત્નશીલ હોય છે, આજના આધુનિક યુગમાં કેટલીક મેટ્રોમોનીયલ સાઈટ પણ કાર્યરત છે, જ્યાં પસંદગીનું પાત્ર શોધી શકાય છે, પણ આવી સાઈટો પર પાત્રની પસંદગી સહિતની બાબતોમાં ચૂક થાય તો બુરી રીતે ફસાઈ જવાનો વારો પણ આવે છે, આવું જ બન્યું છે અમદાવામાં એક શિક્ષિત યુવતી સાથે….ઉચ્ચ અભ્યાસ અને ખાનગી કંપનીમાં ઊંચુંપદ ધરાવતી યુવતી સાથે લાખ્ખો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે, લગ્ન કરવાના બહાના હેઠળ યુવતી પાસેથી લાખ્ખો રૂપિયાની છેતરપીંડી બાદ યુવતીએ પોલીસની મદદ માંગી છે,
અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રહેતી યુવતીએ જીવનસાથી ડોટ કોમ નામની સાઈટ પર લગ્ન માટે પોતાની પ્રોફાઇલ બનાવી હતી. જુલાઇ 2019માં તેમના વોટ્સઅપ નંબર પર એક મેસેજ આવ્યો હતો. જે મેસેજ કરનાર યુવકએ પોતાનું નામ ડો. હીમેશ હોવાની ઓળખ આપી હતી. અને પોતે રાજકોટનો વતની હોય અને હાલમાં કેન્યા ખાતે યુએન મીલીટરી બેઝ ખાતે ડોક્ટર તરીકે પોતાનું પોસ્ટીગ છે તેવી ઓળખ આપી હતી, અને જે બાદ બંન્ને વચ્ચે વાતચીત શરુ થઇ હતી. યુવકએ ફરિયાદી યુવતીને પોતે ભારત આવે ત્યારે તેની સાથે લગ્ન કરવાની લાલચ પણ વાતચીત દરમ્યાન આપી હતી,
અને ડિસેમ્બર મહિનાના અંતમાં આ યુવકે યુવતીને કહ્યું હતું કે સાઉદી અરેબિયામાં તેમના કેમ્પ પર જે હુમલો થયો હતો તેમાં કેટલાક લોકોએ મૃત્યુ પામ્યા હતાં જેમને યુએન દ્વારા કમ્નસેશન આપવામાં આવ્યું હતું. જોકે તેઓ પણ ત્યાં હાજર હતાં એટલે તે પણ યુએન ગર્વમેન્ટ સામે પ્રોટેસ્ટ કરી રહ્યા છે. આ પ્રોટેસ્ટમાં તેમની જીત થતાં તેમને 2400 ડોલર મળવાના છે. જેમાં બેનીફીસીયરી તરીકે ફરિયાદી યુવતી તેની ફીયાંન્સી હોવાથી તેનું નામ લખ્યું છે. જેથી આ ડોલરનો કેશીયર ચેક, એક ઘડિયાળ તથા ગ્રીટીંગ કાર્ડનું પાર્સલ તેણે ઇન્ડિયા મોકલી આપેલું છે. જેનો ત્યાંના તમામ ચાર્જ તેણે ચુકવી દીધા છે. પરંતુ ઇન્ડિયાના ચાર્જ ફરિયાદી યુવતીએ ચુકવવા પડશે તેમ જણાવ્યું હતું,,
આ વાતચીના થોડા દિવસો બાદ એક કુરીયર એજન્ટનો ફરિયાદી યુવતી પર ફોન આવ્યો હતો. અને તેમનું પાર્સલ દીલ્હી એરપોર્ટ પર આવી ગયેલ છે. પરંતુ પાર્સલ હાઇપ્રોફાઇલ હોવાથી તેમણે ચાર્જ વધુ ચુકવવો પડશે તેમ કહીને ટુકડે ટુકડે ફરિયાદી યુવતીને યેન કેન પ્રકારે વિશ્વાસમાં લઇને રૂપીયા 17 લાખ 28 હજાર પડાવી લીધા હતાં. જો કે ફરિયાદી યુવતીને પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાની જાણ થતાં જ તેણે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે, ફરિયાદી યુવતીએ એમફાર્મનો અભ્યાસ કરેલો છે અને તે ખાનગી કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજ તરીકે ફરજ બજાવે છે ત્યારે લગ્નવાંછું યુવક અને યુવાતિઓ માટે આ કિસ્સો લાલબતી સમાન પણ કહી શકાય તેમ છે.