Mysamachar.in-જામનગર:
આજના સમયમાં રોકાણ કરી અને વધુ વળતર દરમાસે મળે તેવી ઈચ્છા દરેક સક્ષમ વ્યક્તિની હોય છે પણ આવી ઈચ્છાઓ પૂર્ણ કરતા પહેલા તમે જે જગ્યાએ રોકાણ કરો છો તે જગ્યા યોગ્ય છે કે કેમ તે તપાસવું જરૂરી છે..અને જો તેવું ના કરીએ તો પસ્તાવાનો વારો આવે છે.આવો જ એક કિસ્સો જામનગર શહેરમાં સામે આવ્યો છે.
જામનગર શહેરના પી.એન.માર્ગ અંબર સિનેમા સામે ન્યુ એટલાન્ટીક બિલ્ડીંગ ક્રેડીટ બુલ્સ કંપની ઓફીસ કાર્યરત છે ત્યાં આ કેસના ફરિયાદી કેયુર વિજયભાઈ સુરેલીયા તેમજ અન્ય ભોગ બનનાર લોકોને ક્રેડીટ બુલ્સ કંપનીના સી.ઈ.ઓ અને ફાઉન્ડર ધવલ દીનેશભાઈ સોલાણી, ક્રેડીટ બુલ્સ કંપનીના પાર્ટનર ફરઝાના ઈરફાન અહેમદ શેખ રહે મુંબઇ, ક્રેડીટ બુલ્સ કંપનીના હ્યુમન રીસોર્સીસ રીઝનલ યશ દીનેશભાઇ સોલાણી અને ક્રેડીટ બુલ્સ કંપનીના રીઝનલ હેડ પંકજ પ્રવીણભાઈ વડગામા વગેરે આરોપીઓ કંપનીની અલગ-અલગ સ્કીમોમા નાણા નુ રોકાણ કરાવી તેના પર અલગ-અલગ માસીક વળતર આપવાની લાચલ આપી ફરીયાદી કેયુર સુરેલીયાના 5 લાખ તેમજ અન્ય કસ્ટમરના રૂપીયા આરોપીઓએ મળી ગુન્હાહીત કાવતરૂ રચી ક્રેડીટ બુલ્સ કંપનીના બેન્ક એકાઉન્ટમાં જમાં કરાવી જે રકમ પોતાના અંગત ફાયદા માટે ઉપાડી લઇ ફરીયાદી તેમજ અન્ય ભોગ બનનારાઓને મુદત પુરી થયે રૂપીયા પરત નહી આપી પૈસા ઓળવી જઇ છેતરપીંડી ઠગાઇ કરી એકબીજાની મદદગારી કર્યાની સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.