Mysamachar.in-સુરત:
ખાસ તો જે મહિલાઓ ઘરમાં એકલી હોય છે તેના માટે એક ચેતવા જેવો કિસ્સો સામે આવ્યો છે, ઘર આંગણે આવી ધાર્મિક વિધિ કરવાના નામે ઘરમાં પ્રવેશ કરી અને છેતરપીંડી કરતી મહિલાઓની એક ગેંગ ઝડપાઈ છે, તેમાં પણ સૌથી વધુ ચોંકાવનારી વાત એ છે કે અત્યારસુધીમાં આ ગેંગે ૭૦ જેટલા ગુન્હાઓને અંજામ આપ્યો છે, સુરતમાં છેલ્લા કેટલાક સમયથી એક મહિલાઓની ગેંગ સક્રિય થઇ હતી, જે ઉત્તર પ્રદેશ અને બિહારની મહિલાને ટાર્ગેટ કરીને ખાસ કરીને ધાર્મિક વિધિના બહાને ઘરમાં પ્રવેશ કરીને ઘરમાં રહેલ મહિલાને વિશ્વાસમાં લઇને ભૂત પ્રેત અને મેલી વિધા તમારા ઘરમાં છે, તેના માટે ધાર્મિક વિધિ કરવાનો વિશ્વાસ આપીને મહિલાઓ સાથે આ ગેંગ દ્વારા છેતરપિંડી આચરતી હતી..પણ અંતે પોલીસને આ મહિલા ગેંગ હાથ લાગી જતા કેટલાય ગુન્હાઓનો ભેદ ઉકેલાઈ જવા પામ્યો છે.
શહેરના અલગ અલગ વિસ્તારમાં પરપ્રાંતીય મહિલાઓને તાંત્રિક વિધિના બહાને નિશાન બનાવતી ચાર મહિલાની ટોળકીને ડિંડોલી પોલીસે 10,41,721ના સોના-ચાંદીના દાગીના સાથે ઝડપી પાડી હતી. આ ટોળકી ર્ધામિક ફાળો માંગવાના નામે ઘરમાં પ્રવેશ્યા બાદ પરપ્રાંતીય મહિલાઓને વિશ્વાસમાં લઈ ‘તમારા ઘરમાં મેલી શક્તિનો વાસ છે તમારા પતિ કે બાળકનું મોત થઇ શકે છે’ એમ કહી તાંત્રિક વિધિના બહાને સંમોહિત કરી દાગીના સેરવી રફુચક્કર થઈ જતી હતી.
તાંત્રિક વિધિના નામે પરપ્રાંતીય મહિલાઓને નિશાન બનાવતી મહિલાઓની ટોળકી શહેરમાં સક્રિય થઈ હોવાની માહિતી ને આધારે પોલીસ ટીમે ફરજાના ભંટ્ટુ ઉર્ફે નસીબ અહમદ કઠુ અંસારી, સહોદરા ઉર્ફે ખૈરૃનિશાન રસીદ અબ્દુલ ઉર્ફે કલ્લુ મુરલી અંસારી ગોહું નૂર મહમદ ભોનુ અંસારી ,અને નાઝમા ઉર્ફે મીના ગુલ મોહમદ તેઢઈ અંસારી ને ઝડપી પાડી હતી. તેમની પાસેથી પોલીસે 10,41,721ના સોના-ચાંદીના દાગીના અને 6 હજારની સાડીઓ કબજે કરી છે, ચારેય મહિલાઓ વિરુદ્ધ ડિંડોલી, પલસાણા, પાંડેસરા, લિંબાયતમાં ગુના નોંધાઈ ચૂક્યા છે. આ ઉપરાંત તેમણે ખટોદરા, ઉધના, પાંડેસરા, લિંબાયતની હદમાં બીજા 15 જેટલા ગુના આચર્યા હોવાની કબૂલાત કરી છે. આ ટોળકીએ શહેરમાં 70થી વધુ ગુના આચર્યા હોવાની શક્યતા પોલીસ વ્યક્ત કરી રહી છે,