Mysamachar.in-જુનાગઢ:
ગુજરાતમાં દિવસેને દિવસે બેકારીનું પ્રમાણ વધી રહ્યું છે, તેવામાં લોભામણી જાહેરાત વાંચીને ચાર બેરોજગાર યુવાનો નોકરી મેળવવાની લાલચમાં ૨.૭૦ લાખ ગુમાવ્યાનો કિસ્સો સામે આવ્યો છે, બેરોજગાર યુવાનો સાથે થયેલ છેતરપિંડીના આ કિસ્સાની જાણે વિગત એમ છે કે, કોડીનાર વિસ્તારના શૈલેષ લશ્કરી નામના શખ્સે જુનાગઢ શાહીબાગ પાસે આવેલ બિલ્ડિંગમાં દુકાન ભાડે રાખીને દ્વારકા, મીઠાપુર, રાજુલા સહિતના વિસ્તારોમાં આવેલ ખાનગી કંપનીમાં વેલ્ડર, ઇલેક્ટ્રિશિયન, ડિપ્લોમાં મિકેનિકલ વગેરે જગ્યા માટે જોઈએ છીએ તેવી જાહેરાત આપી હતી,
આ લોભામણી જાહેરાત વાંચીને સુત્રાપાડાના મિયાત્રા ગામના હાલ ભચાઉ રહેતા પ્રદીપ ગોહિલે અને અન્ય ચાર યુવકોએ અરજી કરી હતી. ત્યારબાદ શૈલેષ લશ્કરીએ આ યુવકો પાસેથી ૨.૭૦ લાખ ની રકમ મેળવી સ્ટેમ્પ પેપર પર લખાણ કરીને પહોંચ આપી હતી,
નોકરી મળી જશે તેવી લાલચમાં યુવાનોએ ચાર માસ સુધી રાહ જોયા બાદ તપાસ કરતા જુનાગઢ શાહીબાગ પાસે આવેલ શૈલેષ લશ્કરી ઓફીસને તાળા મારીને ફરાર થઈ જતા છેતરપિંડીનો ભોગ બનેલ બેરોજગાર યુવાનોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે, આ બનાવમાં પ્રદીપ ગોહિલ આગળ આવીને ફરિયાદ કરતા જુનાગઢ સીટી-સી પોલીસે હાલ તો ગુનો નોંધીને ચીટર એવા શૈલેષની શોધખોળ હાથ ધરી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.