Mysamachar.in-જામનગર:
થોડા દિવસો પૂર્વે ભાવનગરમાં ચાલી રહેલ પરીક્ષા દરમ્યાન પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીનો પુત્ર મીત વાઘાણી કોપી કેસમાં ઝડપાયો હતો, તે ઘટના હજુ તો નજર સમક્ષ છે ત્યા જ આજે જામનગર ગ્રામ્ય બેઠકના ભાજપના ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય રાઘવજી પટેલ જે સંસ્થા સાથે જોડાયેલા છે તે ધ્રોલની ગાર્ડી કોલેજમાં લેવાઈ રહેલ B.A. અને B.COMની પરીક્ષામાં આજે ૪ કોપી કેસ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે,
ઓબ્ઝર્વરને ધ્યાને આવ્યા મુજબ B.COMની પરીક્ષામાં ૧ જ્યારે B.A.ની પરીક્ષામાં ૩ કોપી કેસ નોંધાયા હોવાની વાત ઉપરાંત રાઘવજી પટેલ આ સંસ્થા સાથે જોડાયેલ હોવાની વાતને ગાર્ડી કોલેજના પ્રિન્સિપાલ સોજીત્રાએ Mysamachar.in સાથેની ટેલિફોનિક વાતમાં સમર્થન આપ્યું છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.