Mysamachar.in-કચ્છ
હાલમાં દોઢેક વર્ષ જેટલા સમયથી કોરોના મહામારીએસમગ્ર વિશ્વમાં કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ધંધા રોજગાર પડી ભાગ્યા છે, તેવા સમયે બેંકો દ્વારા ધંધાર્થીના ખાતાધારકો પાસેથી વિવિધ ચાર્જિસ વસુલ કરવામાં આવે છે. જેવા કે બેંકમાં કેશ ડીપોજીટ ચાર્જિસ, કેશ ઉપાડ ચાર્જિસ, સ્વાઈપ મશિન ચાર્જિસ, એન.ઈ.એફ.ડી.ચાર્જિસ, મેસેજ ચાર્જિસ, ચેક બુક ચાર્જિસ, એકાઉન્ટ વાર્ષિક મેન્ટેનશ ચાર્જિસ, મીનીમમ બેલેન્સ ચાર્જિસ વિગેરે અનેક ચાર્જિસ વસુલ કરવામાં આવે છે. અત્યારે વેપારીઓ ધણી મુશ્કેલી અનુભવી રહયા છે અને વધારેમાં ધંધા રોજગાર નહિવત હોવાને કારણે બેંકો દ્વારા ઉધરાવવામાં આવતા ચાર્જિસથી વેપારીઓને આર્થિક નુકશાન થઈ રહયુ છે. વેપારીઓની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને આ બાબતે યોગ્ય કરવા પૂર્વમંત્રી તારાચંદભાઈ છેડાએ રજૂઆત કરી છે.