mysamachar.in-દેવભૂમિદ્વારકા
દેવભૂમિદ્વારકા જીલ્લાના ભાણવડ તાલુકાના ચોખંડા ગામે એક પરિણીતાનું તેના જ પૂર્વ પ્રેમી એ અપહરણ કર્યા બાદ દુષ્કર્મ આચર્યાના બનાવથી ભાણવડ તાલુકામાં આ બનાવે ભારે ચકચાર જગાવી દીધી છે,
ભાણવડ પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ પર નજર કરવામાં આવે તો મૂળ ભાણવડના ચોખંડા ગામની વતની અને જેના હાલ લગ્ન પણ થઇ ચુક્યા છે ,તે પચ્ચીસ વર્ષીય પરિણીતાની સગાઈ થઇ ત્યાર થી આરોપી એવા તેના પ્રેમી ને આંખમાં ખટકતું હતું,અને તે ફરિયાદી ને ધમકાવી અને તેની સાથે લગ્ન કરવા માટે સતત દબાણ કરતો હતો,એવામાં જોત-જોતામાં ફરિયાદી ના લગ્ન તેના પ્રેમી નહિ પણ અન્ય યુવક સાથે પરિવારજનો દ્વારા કરાવી દેવામાં આવ્યા હતા,
ત્યારે દુષ્કર્મ નો ભોગ બનનાર પોતાની પ્રેમિકા પિતાના ઘરે રોકાવવા માટે ભાણવડના ચોખંડા ગામે આવ્યાની જાણ પૂર્વ પ્રેમી એવા લાલપુરના જશાપર ગામનો આરોપી બાબુ પણ ત્યાં આવી પહોચ્યો હતો,અને પરિણીતાને ઘર બહાર બોલાવી તેના ભાઈ અને પિતા ને મારી નાખવાની ધમકીઓ આપી અને બદકામ કરવાના ઈરાદે પરિણીતા ની ઈચ્છા વિરુદ્ધ તેનું મોટરસાયકલમા અપહરણ કરી પોરબંદર ખાતે લઇ ગયા બાદ એક હોટેલમાં પરિણીતા ની ઈચ્છા વિરુદ્ધ જ તેના પૂર્વ પ્રેમીએ ત્રણ થી ચાર વખત દુષ્કર્મ આચર્યું હતું,
દુષ્કર્મ નો ભોગ બનનાર પરિણીતા એ તેના પિતા સહિતનાઓ ને આ મામલે જાણ કરતાં વ્યથિત થયેલ દુષ્કર્મ નો ભોગ બનનાર પરિણીતા ભાણવડ પોલીસ મથક ખાતે પહોચી હતી જ્યાં તેને તેના પૂર્વ પ્રેમી બાબુ વિરુદ્ધ વિરુદ્ધ અપહરણ,બળાત્કાર સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવતા પીએસઆઈ વાય.જી.મકવાણા એ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.