Mysamachar.in-અમદાવાદ
અમદાવાદની ખાનગી હોસ્પીટલમાં આજે સવારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ નું નિધન થયું છે, આ વાતને તેમના પુત્ર ભરતભાઈ પટેલે સમર્થન આપ્યું છે, તો ધારીમાં ચાલુ સભા દરમિયાન પણ મુખ્યમંત્રી વિજયરૂપાણીએ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના નિધન પર દુખ વ્યક્ત કરતા કહ્યું કે જેમણે ગુજરાતમાં જનસંઘથી શરૂઆત કરી એવા આપણા વડીલ કેશુભાઈ પટેલનું અવસાન થયું તેનું દુઃખ વ્યક્ત કરું છું ભારતીય જનતા પાર્ટી ને મોટી ખોટ પડી હોવાનું પણ વિજય રૂપાણીએ કહ્યું મહત્વનું છે કે તેવો ગુજરાતના બે વખત મુખ્યમંત્રી રહી ચુક્યા છે.