Mysamachar.in-વલસાડ
શિક્ષણ જગત માટે શરમજનક કહી શકાય તેવો કિસ્સો વલસાડમાં સામે આવ્યો છે, જ્યાં વિદ્યાર્થીને ATKTમાં પાસ કરાવી દેવા 13 હજારની લાંચ લેનાર રંગેહાથ ઝડપાઈ જતા ચકચાર મચી જવા પામની છે, વલસાડની BKM સાયન્સ કોલેજના પૂર્વ ઇન્ચાર્જ લેબ આસિસ્ટન્ટ પ્રશાંત પટેલે.TY,Bcomના વિદ્યાર્થીને 5માં સેમિસ્ટરમાં પાસ કરાવવા માટે 17 હજારની લાંચની મંગણી કરી હતી. વિદ્યાર્થીએ લાંચિયા પૂર્વ ઇન્ચાર્જ લેબરોટરી આસિસ્ટન્ટ વિરૂદ્ધ વલસાડ ACBમાં ફરિયાદ કરી હતી. જે ફરિયાદના આધારે વલસાડ ACBની ટીમે છટકું ગોઠવી લાંચિયા કેમેસ્ટ્રીના પૂર્વ ઇન્ચાર્જ લેબ આસિસ્ટન્ટને રૂ 13 હજારની લાંચ સ્વીકારતા સર્કિટ હાઉસ પાસેથી રંગેહાથ ઝડપી પાડયા હતા.
લાંચિયા પ્રોફેસરને ડિટેન કરી ACBની ટીમે આગળની તપાસ હાથ ધરી છે. આ કિસ્સામાં વિદ્યાર્થીએ આરોપીનો સંપર્ક કરેલ, ત્યારે આરોપીએ પાંચમાં સેમેસ્ટરમાં લો વિષયમાં પાસ કરાવવા રૂપિયા 17,000/-ની લાંચની માંગણી કરેલ અને રૂપિયા 2,000/- ફરીયાદી પાસેથી લીઘેલા હતા. ત્યાર બાદ વિદ્યાથીએ આરોપીનો વારંવાર સંપર્ક કરતા આરોપીએ ફોન પણ ઉપાડેલ નહી અને રૂબરૂ પણ મળેલ નહી. જેથી વિદ્યાર્થીએ તેઓની મહેનતથી પરીક્ષાની તૈયારી કરી પાંચમાં સેમેસ્ટરની પરીક્ષા આપેલ અને તેમા પાસ થઇ ગયેલ હતા.
વિદ્યાર્થી પોતાની મહેનતથી પાસ થઈ ગયો હોવા છતા આરોપીએ ફરીયાદીનો સંપર્ક કરી પરીક્ષામાં પાસ કરાવવાના પ્રથમ રૂપિયા 17,000/- ની માંગણી કરેલ અને ત્યારબાદ છેલ્લે રૂપિયા 13,000/-ની માંગણી કરેલ હતી.જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય તેઓએ વલસાડ એ.સી.બી. પો.સ્ટે.નો સંપર્ક કરી ફરીયાદ આપેલ. જે ફરીયાદીની ફરીયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરતા, આ કામના આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ. 13,000/- ની લાંચની માંગણી કરી, સ્વીકારી સ્થળ ઉપર પકડાઇ ગયેલ છે.