Mysamachar.in-જામનગર:
વન વિભાગ ને આમતો ઘણા જંગલ ખાતુ પણ કહેતા હોય છે, તેને એક ગેંગ પકડીને સંતોષ માની લીધો અને તે પણ બાતમી મળી હતી એટલે….પરંતુ વન્ય દરિયાઇ વગેરે પ્રાણીઓના શિકાર કે મારણ કરી તેની ચીજવસ્તુઓ અવિરત વે઼ચાય છે તે રેકેટના પર્દાફાશ ક્યારે થશે? તેમ જાણકારોમા પ્રશ્ર્ન ઉઠ્યો છે, તાજેતરમા જામનગર વનવિભાગને વાઈલ્ડ લાઈફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરો સંસ્થા તરફથી મળેલી બાતમીના આધારે જામનગરમાં આવેલા હરિયા સ્કુલ નજીકના વિસ્તારમાંથી વનવિભાગે બે શખ્સોને કાળિયાર હરણના નામનું સંરક્ષિત પ્રજાતિના પ્રાણીના ચામડા સાથે પાનેલી ગામના બે શખ્સોને ઝડપી પાડયા હતા,
વન વિભાગ દ્વારા આ જગ્યા પર રેડ કરી આ શખ્સોને રંગેહાથ ચામડા સાથે ઝડપી લીધા બાદ તેની અટક કરી પૂછપરછ શરૂ કરી હતી પૂછપરછ દરમ્યાન બંને શખ્સોએ વનવિભાગના અધિકારીઓ સામે પોપટ બની ગયા હતા અને ગેંગના બાકી લોકોના નામ જણાવી દીધા હતા આ ઘટનાના અનુસંધાને દીપકભાઈ જીતેશભાઈ ઇબ્રાહીમ ભાઇ નુરમામદ ઉર્ફે કારો ભુરાભાઈ વીરાભાઇ નુરમામદ મહમદ રફીક સહિતના આઠ શખ્સોને ઝડપી પાડયા હતા અને કોર્ટમાંથી આઠે શખ્સોના રિમાન્ડ મેળવ્યા હતા.
પરંતુ એક તો ત્યારબાદની હકીકતો બહાર આવી નથી જો ફોરેસ્ટ ગાર્ડોને પુછવામા આવે તો ઘણી માહિતિ મળે છે, પરંતુ પુરતી સંખ્યામા ગાર્ડ નથી વન કચેરી તેમજ બહારના અમુક સુત્રોના જણાવ્યા મુજબ જામનગર અને દ્વારકા જિલ્લાઓના મરીન પાર્ક લાલપુર જામજોધપુર ભાણવડ જામનગર તાલુકાના અભયારણ્ય, જંગલ, રક્ષિત વિસ્તાર, પ્રતિબંધીત વિસ્તારો વગેરેમાંથી રેતી પથ્થર છીપલા મોતીની ચોરી દરિયાઇ જીવના શિકાર કરી તેના ભાગો વેચવા તેમજ વન્ય પક્ષી પ્રાણીઓના શિકાર કરી તેને ડીમાન્ડ મુજબ પહોચાડવા અન્ય જિલ્લાઓ જેમકે જુનાગઠ ગીર સોમનાથ થી આ તરફ આવુ વેચાણ કરવુ આદીવાસી વિસ્તારોમાથી વૃક્ષો સહિત જંગલ સંપતિના નાશ કરી બજારમા વેચવા અરે ત્યા સુધી કે નિકાસ કરવા સુધીનુ સુયોજીત રેકેટ ચાલે છે તેને કોણ ભેદશે?