Mysamachar.inઅમદાવાદ:
આજે જ્યાં જુઓ ત્યાં કોરોના…કોરોનાનો હાહાકાર મચી જવા પામ્યો છે, અને ગતરાત્રીના જ વડાપ્રધાન નરેન્દમોદી એ ભારત લોકડાઉનની જાહેરાત પણ કરી છે, આમ એકતરફ કોરોનાનો ભય વચ્ચે હાલમાં ગુજરાત માથે બીજુ સંકટ તોળાઈ રહ્યું છે.કોરોનાના કહેર વચ્ચે ગુજરાતના વાતાવરણમાં આજે સવારથી જ પલટો આવી રહ્યો છે. સાયક્લોનિક સર્ક્યુલેશનથી વાતાવરણમાં ભારે પલટો જોવા મળ્યો છે, ગુજરાતમાં સૌરાષ્ટ્રના જામનગર દ્વારકા સહીત અમદાવાદ, વડોદરા, દાહોદ, જૂનાગઢ તેમજ સુરતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે.
કહેવામાં આવી રહ્યું છે કે, 25થી 27 માર્ચ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.આગાહી કરવામાં આવી રહી છે કે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. કોરોનાના કહેર વચ્ચે આવી આગાહી લોકો માટે બેવડી મુસીબત બનશે, 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ એવી પણ શક્યતા છે. 25થી 27 માર્ચ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સાથે સાથે સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં પણ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત થઇ રહી છે.