Mysamachar.in-અમદાવાદ:
રાજ્યમાં કેટલાક સ્થળોએ હળવા વરસાદી ઝાપટાઓ અને વાદળછાયા વાતાવરણ વાંચે આજે વધુ એક વખત રાજ્યના હવામાન વિભાગની આગાહી આવી છે, જે અનુસાર, આગામી પાંચ દિવસ દરમિયાન સામાન્ય વરસાદ રહેવાની સંભાવના છે. 5 દિવસ દરિયા કાંઠાના વિસ્તારોમાં વરસાદ રહેશે. હાલ ભારે વરસાદની શકયતા નહિંવત જોવા મળી રહી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી પાંચ દિવસમાં સમગ્ર ગુજરાતમાં માત્ર હળવા વરસાદની સંભાવના છે.સૌરાષ્ટ્ર-કચ્છમાં 48 કલાક સામાન્ય વરસાદની સંભાવના છે, જે બાદ ઉઘાડુ નીકળશે. નોર્થ ગુજરાત રિઝનમાં પણ આગામી બે દિવસ હળવો વરસાદ પડી શકે છે, જે બાદ દક્ષિણ ગુજરાતમાં આ દરમિયાન હળવા વરસાદની સંભાવના છે.ઉલેખનીય છે કે રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 100 ટકા વરસાદ વરસી ગયો છે. જેમાં સૌથી વધારે વરસાદ કચ્છમાં પડ્યો છે. કચ્છમાં 155.89 ટકા, ઉત્તર ગુજરાતમાં 110.42 ટકા, મધ્ય-પૂર્વ ગુજરાતમાં 82.75 ટકા, સૌરાષ્ટ્રમાં 89.50 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 108.40 ટકા વરસાદ પડ્યો છે.