Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે બપોરે ચેરમેન નિલેષ કગથરાના અધ્યક્ષપદે યોજાઈ હતી. જેમાં શહેરની મધ્યમાં આવેલાં ટાઉનહોલના રિનોવેશન, રિપેરીંગ તથા એડિશન અને અલ્ટ્રેશન માટે રૂ. 2.97 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આંતરમાળખાકીય કામો, હાઉસિંગ બોર્ડ વસાહતોમાં સિમેન્ટના રસ્તાઓ, ગાર્ડનના કામો, શહેરના વિવિધ રસ્તાઓના કામો વગેરે માટેના ખર્ચ મંજૂર કરવામાં આવ્યા છે. આ બેઠકમાં થયેલાં નિર્ણયો અનુસાર, ગોકુલનગર જકાતનાકાથી સમર્પણ સર્કલ સુધીના ડીપી રોડની અમલવારીને આગળ વધારવામાં આવશે કેમ કે, નિયત સમયમર્યાદા દરમિયાન આ અમલવારી સંબંધે કોઈ વાંધાસૂચનો આવ્યા નથી.