Mysamachar.in-જામનગર
ખાવાની ચીજ વસ્તુઓમા અમુક પ્રકારના ફેટ હાર્ટ સહિતના રોગ વધારે છે, માટે હવે ખોરાક જે વેચાય છે તેમા બે ટકા જ ચરબી નહી હોય તો કાયદાનુ શસ્ર ઉગામી પગલા લેવાનુ સરકારે નક્કી કર્યુ છે અને બે વર્ષમાં ખાદ્ય પદાર્થોમાં ટ્રાન્સફેટી એસિડ (ચરબી) ઘટાડી 2% કરવા આદેશ કર્યા છે, આ રીતે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડટર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડિયા ખોરાકમાં ચરબીયુકત પદાર્થ નિયંત્રિત કરવા સક્રિય થઇ છે.
ભારતમાં દર વર્ષે હજારો મૃત્યુ ટાળવા અને જાહેર જનતના હિતમાં તેલ અને ચરબી પદાર્થમાં ટ્રાસ ફેટસ મર્યાદિત કરવા સરકારે નવા નિયમોનું અનાવરણ કર્યું છે. એફએસએસએઆઈએ જાહેરાત કરી છે કે તમામ ખાદ્યતેલ, વનસ્પતી ઉત્પાદન, બેકરીની વસ્તુ માખણ અને ચીઝમાં માત્ર 3% ચરબી યુકત ટ્રાન્સફેટ હોવું જોઈએ જાન્યુઆરી 2022 સુધી 2% અથવા એના કરતા ઓછુ ટ્રાન્સ ફેટ હોવા જોઈએ તે ખાસ કરીને એફએસએસએઆઈનું આ પ્રથમ પગલુ છે.
આ આદેશનો ભંગ કરનાર ઉત્પાદકો સામે ફોજદારી ધારા અને ગ્રાહક સુરક્ષા ધારા તળે આમ નાગરીકો પગલા લઈ શકશે. કેટલાક નિષ્ણાત તબીબોના જણાવ્યા પ્રમાણે ઔદ્યોગિક રીતે ઉત્પાદન થતા ટ્રાન્સ ફેટી એસીડઝમાં ઝેરીલા રસાયણો હોય છે જે આપણી ધમનીઓને બ્લોક કરે છે. આવા નુકશાનકારક રસાયણોને ખોરાકમાંથી નાબુદ કરવામાં આવે તો લાખો નિદોર્ષ નાગરીકોનાં જીવ બચાવી શકીએ છીએ.
ચરબીયુકત પદાર્થોથી માત્ર આરોગ્યને નુકશાન નથી થતુ પરંતુ ખરાબ કોલેસ્ટ્રોલ વધે છે અને સારૂ કોલેસ્ટ્રોલ અથવા એચ.ડી.એલ. ઘટાડે છે. આ પદાર્થ શરીરની અંદર આવેલ ધમનીઓની દિવાલો ઉપર તકતીની જેમ ચોટી જાય છે. સામાન્ય ભાષામાં ચરબી યુકત પદાર્થોથી ભરપૂર ખોરાક ખાવાથી હૃદયરોગનું જોખમ વધે છે. અને મૃત્યુ નિપજે છે. આમ આ તમામની સાથે સાથે લોકોએ પણ પોતાનું સ્વાસ્થ્ય જાળવવા માટે વધુ ચરબી એટલે કે વધુ ફેટ ઉત્પન્ન કરતા ખોરાક આરોગવાથી બને તો દુર રહી અને પોતાનું સ્વાસ્થ્ય જાળવવું જોઈએ