Mysamachar.in-જામનગર
તાજેતરમાજ જામનગર પ્રદુષણ બોર્ડના અધિકારી સુત્રેજા એસીબીની તપાસના સકંજામા આવ્યા હોય ઉદ્યોગોને લગત વિભાગો જેમકે લેબર…ફેક્ટરી…જી.આઇ.ડી.સી.,પીજીવીસીએલ, ફુડ એન્ડ ડ્રગ, ક્વોલીટી કંટ્રોલ, તોલમાપ સહિતના વિભાગોમાં “અમુક” હાઇએલર્ટ થઇ ગયા હોવાનુ જાણકારોનુ સર્વેક્ષણ બહાર આવ્યુ છે, કેમકે હાલ કોરોના સમય ગાળામા લોકડાઉન માંડ-માંડ વેપાર ધંધા શરૂ થયા છે, ત્યારે વેપારીઓની ઘરાકીઓમા ખાસ કંઇ તેજી નથી આવી પરંતુ કારખાનાઓમાં એક તો રોકાણ પણ મોટુ હોય છે અને રોકાણ મુજબ ઉત્પાદન પણ નોંધપાત્ર કરવાની જહેમત ઉઠાવતી વખતે કંઇ ને કંઇ ખામી કારખાનેદારથી રહી જાય તે સ્વાભાવિક છે,
ત્યારે આ ખામીઓ લગત સરકારી વિભાગના ચબરાકોના ધ્યાનમા આવે ત્યારે આ ખામી દૂર કરવા પગલા લેવાના બદલે અમુક કર્મચારીઓ કે અધીકારીઓ આ સંજોગોનો “લાભ” લેવાનુ પસંદ કરે છે, અને દેખીતુ છે કે અમુક કારખાનેદાર મજબુરીમાં પણ “ટુંકુ” કરવાનુ પસંદ કરે છે. જામનગર શહેર જિલ્લો તેમજ દ્વારકા જિલ્લો આ સમગ્ર વિસ્તારમાં સંખ્યાબંધ નાના-મોટા કારખાનાઓ છે, અને હેવી ઉદ્યોગો પણ નોંધપાત્ર છે સ્મોલ મીડીયમ કે હેવી ઉદ્યોગોને જુદા-જુદા અનેક સરકારી વિભાગો લાગુ પડે છે તેમાંથી અમુક વિભાગો તો તેની “આવડત” અને “કળા” દર્શાવી કંઇક ને કંઇક ક્લચ દબાવી લાભ લેવાનુ ધ્યેય રાખે છે, બીજી તરફ અમુક હેવી ઉદ્યોગોમાથી તો સક્ષમ વિભાગોનુ બાંધણુ હોય છે આવી અનેક ચર્ચાઓ ચાલે છે,
અવિરત અને સમાંતર ચાલતા આ કારસાઓ વચ્ચે કોક ક્યારેક ઝપટમાં આવે ત્યારે જે સેક્ટરના હડફેટ આવ્યા હોય તે સેક્ટરને લગત બીજા વિભાગો વાળા એલર્ટ થાય તેમા ભય ફેલાય કોઇ સગેવગે કરવામાં લાગી જાય તેવુ બને તે સ્વાભાવિક હોય હાલ ઉદ્યોગોમાંથી નિયમિત કમાણી કરનારા અમુક કર્મચારીઓ અને અધીકારીઓમા હાલ સન્નાટો તો ફેલાયો જ છે તેવુ સર્વેક્ષણ માં બહાર આવ્યુ છે કેમકે હાલ સંપુર્ણ ભરોસાનો યુગ નથી કંઇક કેટલાય વ્યવહારો થયા હોય તેમાં ભાગબટાઇ કે રકઝક કે કોઇને લાભ નમળ્યો કે કોઇ ને દાવ લેવો હોય……વગેરે અનેક મુદાઓ કારણસર” વ્યવહારો” ગુપ્ત રહેવાની કોઇ ગેરંટી નથી તેમાંય મોબાઇલ વાતચીતના રેકોર્ડીંગ રૂબરૂ વાતચીતના રેકોર્ડીંગ શુટીંગ વગેરે પણ ખુબ જ થઇ રહ્યા હોય તેવા આ યુગમા કોઇએ બાતમી આપી હશે તો?? તેવા ભયથી ઉદ્યોગો ને લગત અમુક વિભાગો( ઉદ્યોગોમાં હાથ નાંખવાથી કંઇક તો મળ્યુ જ હોય અને આ કંઇક ની લાલચ કાયમી પણ થઇ જતી હોય છે કેમકે આ ફીલ્ડ કમાવવાનુ સરળ ક્ષેત્ર છે) ના લાલચુઓમા ભયનો સન્નાટો જોવા મળતો હોવાનુ તારણ જાણકારોનુ છે.