Mysamachar.in-અમદાવાદઃ
જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યાં હોય તો હમણા થોડી રાહ જોજો. કારણ કે એક એવો રિપોર્ટ આવ્યો છે જેમાં સોનાના ભાવમાં અંદાજે 3000 જેટલો ઘટાડો આવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સમાચાર એજન્સી બ્લૂમબર્ગના રિપોર્ટ પ્રમાણે શેરબજારોમાં કોરોના વાયરસને કારણે ઘટી રહેલી ધંધાકીય પ્રવૃત્તિઓને લીધે થયેલા નુકસાનમાંથી રિકવરી મેળવવા માટે રોકાણકારોએ સોનાનું વેચાણ શરૂ કર્યું છે. શુક્રવારે આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાના ભાવમાં 5 ટકાનો ઘટાડો થયો છે. વર્ષ 2013 પછી પહેલી વાર એક જ દિવસમાં સોનાના ભાવમાં આટલો ઘટાડો થયો છે. નિષ્ણાંતોનું કહેવું છે કે તેની અસર સ્થાનિક બુલિયન માર્કેટ પર પણ જોવા મળશે. કારણ કે મોંઘા સોનાને કારણે લોકો લગ્નની સીઝનમાં પણ ખરીદીથી દૂર રહ્યા છે. પાછલા અઠવાડિયામાં સોનું ત્રણ દિવસમાં દસ ગ્રામ દીઠ 1000 રૂપિયાથી વધુ સસ્તુ થયું છે. આગળ જતા પણ દસ ગ્રામ દીઠ 3000 રૂપિયા સુધીનો ઘટાડો થઈ શકે તેમ જણાઈ રહ્યું છે.
બ્લૂમબર્ગના એક રિપોર્ટ અનુસાર શુક્રવારે સોનું 4.5 ટકા ઘટીને 1571 ડોલર થયું હતું. જૂન 2013 પછીનો આ સૌથી મોટો ઘટાડો છે. તે જ સમયે ચાંદી અને પ્લેટિનમના ભાવમાં 2008 પછીનો સૌથી મોટો ખાડો પડ્યો છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે પ્રોફીટ બુકિંગના કારણે વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં ઘટાડો થયો છે. જો કે આવતા અઠવાડિયે નીચલા સ્તરેથી થોડી રિકવરી થઈ શકે છે. પરંતુ હવે વધુ તેજીની આશા નથી. સ્થાનિક બજારમાં પણ સોનું 5-7 ટકા સસ્તું થઈ શકે છે. ઘરેલું બુલિયન માર્કેટમાં સોનાના ભાવ દસ ગ્રામ દીઠ 43,000 રૂપિયાથી ઘટીને 39000 રૂપિયા પ્રતિ દસ ગ્રામ થઈ શકે છે. મુનાફાવસૂલીને કારણે ગ્લોબલ બજારમાં સોનાની કિંમતોમાં કડાકો આવ્યો છે. જોકે, આવતા સપ્તાહથી થોડી રિકવરી આવી શકે છે. પરંતુ મોટી તેજીની આશા અત્યારે નથી. બજારમાં પણ સોનું 5થી 7 ટકા સુધી સસ્તું થઇ શકે છે. બજારમાં સોનાની કિંમતો 43,000 રૂપિયા પ્રતિ દસ ગ્રામથી નીચે આવીને 39 હજાર પ્રતિ દસ ગ્રામ થઇ શકે છે.