Mysamachar.in-જામનગર:
આજે શહેરમાં આવેલ જી.જી.હોસ્પિટલ નજીક રાધેક્રિશ્ના એવન્યુમાં આગની ઘટના બની અને તે જ વેળાએ જામનગર એલ.સી.બીમાં ફરજ બજાવતા અજયસિંહ ઝાલા નામના પોલીસકર્મી ત્યાંથી પસાર થઇ રહ્યા હતા, તેને વિદ્યાર્થીનીઓને રડતા જોઇને સીધા બાજુમાં આવેલ દુકાનના છજા પર માત્ર ને માત્ર વિદ્યાર્થીઓનો જીવ બચાવવા ચઢી ગયા અને તેની હિમ્મતને જોઇને અન્ય કેટલાક આસપાસના સ્થાનિકો પણ બચાવ કામગીરીમાં સાથે જોડાયા અને એક બાદ એક એમ તેને આગને કારણે પહેલા માળ પર ફસાયેલા દસ વિદ્યાર્થીઓને બચાવી લીધા અને જો તે કદાચ સમયસર ત્યાંના પહોચ્યા હોત અને હિમ્મત ના દાખવી હોત તો કેટલાય વિદ્યાર્થીઓને ભાગી ને જીવ બચાવવો મુશ્કેલ બની જાત…ત્યારે અજયસિંહ ઝાલા અને આસપાસના સ્થાનિકોએ કરેલ હિમત પણ આગને સમયે બિરદાવવા લાયક હતી.
