mysamachar.inજામનગર:
જામનગર પોલીસ વિભાગમાં હમણાં હમણા કા તો દિવસો બાદ ગુન્હાઓ દાખલ કરવા અથવા તો જે તે ગુન્હાના આરોપીઓ ઝડપાઈ જાય તે બાદ ગુન્હા દાખલ કરવાની પ્રથા ચાલુ થઇ હોય તેમ લાગી રહ્યું છે,હજુ તો થોડા દિવસો પૂર્વે ની જ વાત છે કે વી માર્ટ નજીક વેપારીને માર મારી લુંટી લીધા ના દિવસો બાદ જયારે ત્રણ મા થી એક આરોપી ઝડપાયો ત્યારે પોલીસ ફરિયાદ દાખલ કરી અને ગુન્હો ડિટેકટ થયાનો જશ લીધો હતો,
હવે વાત છે એસટી ડેપો મા વિદ્યાર્થીઓ પર હુમલાની આઠ જાન્યુઆરી ના રોજ બનેલા બનાવની..ચેલા ગામના ચાર વિદ્યાર્થીઓ બસમાં થી ઉતરતા ની સાથે જ અજાણ્યા ઇસમોએ તેમના પર હુમલો કર્યો હોવાની ફરિયાદ અરજી વિદ્યાર્થીઓ દ્વારા એસપી કચેરીમાં સીસીટીવી અને એમએલસી ના કાગળો સાથે તે જ દિવસે આપવામાં આવી હતી,પણ કઈ થયું નહિ..
અંતે વિદ્યાર્થીઓ પર હુમલો કરનાર રાજપૂત યુવા પ્રમુખ ઋષિરાજસિહ જાડેજા સહીત અન્ય પાંચ અજાણ્યા ઇસમો સામે સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં હુમલો,રાયોટીંગ,જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે,
મહત્વનું છે કે વિદ્યાર્થીઓ પર હુમલાની આ ઘટના એસટીડેપોમા લગાવેલા સીસીટીવી કેમેરામા કેદ થઇ જવા પામી હતી,અનેં આ વિડીયો ની સમાચાર માધ્યમોએ ગંભીર નોંધ પણ લીધી હતી.જયારે સતવારા સમાજમાં પણ વિદ્યાર્થીઓ પર આ હુમલા અંગે રોષ વ્યક્ત કરતાં મેસેજ સોશ્યલ મીડિયા પર વાઈરલ થઇ રહ્યા હતા.
ફરિયાદી ફરિયાદ કરવા આવે તો થાય ને…પીઆઈનો જવાબ..
આઠ દિવસ બાદ ફરિયાદ દાખલ થવા અંગે જયારે સીટી એ ડીવીઝન પીઆઈ બુવડ ને પૂછવામાં આવ્યું ત્યારે તેમેણે જણાવ્યું કે ફરિયાદી ફરિયાદ કરવા આવે તો થાય ને..તેવો જવાબ તેમનો હતો..પણ વાસ્તવિકતા તો એવી છે કે આ ઘટના બની ત્યારે જ ફરિયાદ અરજી આપી દેવાઈ હતી,એમએલસી થયું હતું તો પોલીસે શું કર્યું..?