Mysamachar.in-જામનગર
આપણે રોજીંદા જીવનમાં કેટલીય ખાદ્યપ્રદાર્થોનો ઉપયોગ કરતા હોય છે, પણ તેના ફાયદાઓ અને ગેરફાયદાઓ વિષે જુજમાં જાણતા હોઈએ છીએ, હા દરેક ખાદ્યચીજોના માપદંડો અને શરીરના ઢાંચાને અનુરૂપ નિષ્ણાતોની સલાહ મુજબ જ વર્તવું જોઈએ, એવામાં આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ અંજીર વિષે….અંજીરનું સેવન પેટ સંબંધી તકલીફોમાં ઘણું ફાયદાકારક છે, સાથે જ તે ખીલને દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે.
અંજીર ખૂબજ સ્વાદિષ્ટ અને પોષક તત્વોથી ભરપૂર હોય છે. એટલે જ સ્વાસ્થ્ય માટે પણ તે ઘણું લાભદાયી છે. તેના સેવનથી પાચનને લગતી તકલીફો દૂર થાય છે સાથે જ અન્ય બિમારીઓને દૂર રાખવામાં પણ તે સહાયક છે. અંજીર લોહીમાં સુગરનું પ્રમાણ સંતુલિત રાખે છે. આર્યુર્વેદમાં ખાસ સ્થાન ધરાવતું અંજીર, પોટેશિયમ, મિનરલ અને વિટામિનથી ભરપૂર હોય છે. ફક્ત સ્વાસ્થ્ય માટે જ નહીં ત્વચા માટે પણ એટલું જ ગુણકારી છે. લાલ અંજીર દૂધ સાથે ખાવામાં આવે તો ડાયાબિટીસમાં લાભ કરે છે. અંજીરમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. જે હાડકાને મજબૂત બનાવે છે અને તેની નબળાઈને દૂર કરવામાં મદદ કરે છે.
અંજીરનું સેવન કરવાથી પેટની સમસ્યાઓમાં આરામ મળે છે. તે પેશાબ સંબંધિત સમસ્યાઓ પણ દૂર કરે છે. શરીરમાં જે કંઈ પણ ઝેરી તત્વો હોય તેને તે શરીરમાંથી બહાર ફેંકી દે છે. સતત કબજિયાતની તકલીફ રહેતી હોય તો અંજીર ફાયદાકારક છે, આના માટે નિયમિત રીતે બે ત્રણ અંજીર મધ સાથે ખાઓ. તેનાથી કબજિયાત અને ગેસથી છુટકારો મળશે અને પાચનતંત્ર પણ મજબૂત બનશે.આમ નિષ્ણાતોની સલાહ અને શરીરને માફક આવે તે રીતે અંજીર ખાવાથી તેના ફાયદાઓ શરીર પર જોવા મળશે.