Mysamachar.in-જામનગર:
જામનગર ગાંધીનગર વિસ્તારમાં રહેતી એક ૧૬ વર્ષીય દીકરી માટે અન્ય કોઈ નહિ પરંતુ પોતાનો બાપ જ દુશ્મન પુરવાર થયો છે,વાસનાંધ બાપે જ દીકરી પર દુષ્કર્મ આચર્યાનો મામલો પોલીસ મથકે પહોચતા ભોગ બનનાર સગીરાની માતાની ફરિયાદના આધારે બી ડીવીઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે,
શહેરના ગાંધીનગર વિસ્તારમાં રહેતો અને મજુરીકામ કરતાં એક હેવાન બાપએ પોતાની જ દીકરીને બનાવી છે હવસનો શિકાર,છ માસ જેટલા સમયગાળા પૂર્વે જયારે ઘરે કોઈ હાજર ના હતું ત્યારે હવસભૂખ્યા બાપની નજર પોતાની જ ૧૬ વર્ષની દીકરી પર પડી જતા હેવાન બાપએ દીકરી પર નજર બગાડીને તેના પર દુષ્કર્મ આચર્યું હતું,
જે વાતની છ માસ બાદ માતાને પણ જાણ થતા માતાપુત્રી પર આભ ફાટ્યા જેવી સ્થિતિ વચ્ચે માતા પોતાની પુત્રી પર પતિએ બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ સીટી-બી ડીવીઝનમાં નોંધાવતા પોલીસે નરાધમ બાપને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.