Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમાં આજે વરસાદે વિરામ લીધો છે અને દિવસો બાદ શહેરમાં સુર્યપ્રકાશ જોવા મળ્યો છે, પાછલા ત્રણ દિવસ પડેલ અતિ ધોધમાર વરસાદે શહેર અને જીલ્લામાં ભારે ખાના ખરાબી સર્જી છે, આ ખાનાખરાબી વચ્ચે એક દુઃખદ ઘટના પણ સામે આવી જેમાં પાણી ભરેલ ખાડામાં પડી ગયા બાદ તણાઈ ગયેલ પિતા પુત્રના મૃતદેહો મળી આવ્યા છે,
આ અંગે જાહેર થયેલ વિગતો એવી છે કે જામનગર શહેરના સત્યમ કોલોની અન્ડરબ્રીજની બાજુમાં સુન્દરમ એપાર્ટમેન્ટમાં વસવાટ કરતા પ્રદીપપરી લાલપરી ગોસ્વામી (45) અને તેના પુત્ર શુભમપરી પ્રદીપપરી ગોસ્વામી (11) ગત તારીખ 27 ના રોજ જામજોધપુર પ્રંસગેથી તા.28 ના રાત્રીનાં જામનગર પોતાના ઘરે આવતા સત્યમ કોલોની પાસે પાણીના ખાડામાં બન્ને પિતા પુત્રો પાણીમાં ગરકાવ થઇ જતા પાણીમાં તણાઇ ગયા હતા અને તેની શોધખોળ આદરવામાં આવી હતી જે બન્નેના મૃતદેહો ગતરોજ મળી આવતા પરિવારમાં ભારે કલ્પાંત છે, આ અંગે જામનગરના જાણીતા એડવોકેટ વિશાલ જાની જણાવે છે કે તેવોએ સત્યમ કોલોની અન્ડરબ્રીજ નજીક સફાઈ, સ્ટ્રીટલાઈટ અને જે ખાડામાં આ અકસ્માત થયો તે ખાડા અને અકસ્માતની સંભાવના અંગે જામનગર મનપા તંત્રને લેખિત રજૂઆત પણ ગત 15 જુલાઈના કરી હતી.(તસ્વીર મૃતક પિતા પુત્રની ફાઈલ ઈમેજ છે)
