Mysamachar.in-ગાંધીનગર
આ વખતે મેઘરાજાએ ગુજરાત પર મહેર કર્યા બાદ કહેર પણ વરસાવ્યો, અને વરસાદની સીઝન બાદ પણ કમોસમી વરસાદ છાશવારે પડતો હોય ખેડૂતોની ચિંતામાં સમયાંતરે વધારો થતો રહે છે, એવામાં રાજ્યમાં ફરી ત્રણ દિવસ થયેલા વાતાવરણના પલટાની સૌથી મોટી અસર ગુજરાતના ખેડૂતો પર પડી છે. ગુજરાતભરમાં કેટલાય જિલ્લાઓમાં ખેતરનો ઉભો પાક પલળી ગયો છે, જેથી ખેડૂતોને મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે, આવામાં રાજ્ય સરકારે ખેડૂતો માટે વળતરની જાહેરાત કરી છે. ભરૂચમાં યોજાયેલ એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નુકસાની અંગે નિવેદન આપતા કહ્યું કે, રાજ્યમાં કમોસમી વરસાદથી નુકસાનીનો સરવે કરાશે. રાજ્યમાં 3 દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં સરવે કરીને ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે. તેમ તેવોએ જણાવ્યું છે,