Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લામાં આ ચોમાસામાં જામજોધપુર અને લાલપુર તાલુકાઓ સારાં વરસાદની યાદીમાં છે પરંતુ સરકારના સમયપત્રક મુજબ આ બે તાલુકામાં પાછોતરો વરસાદ ખેંચાયો હોવાથી આ બે તાલુકાના ખેડૂતો પોતાના પાકોને વધારાનું પાણી આપી શકે તે માટે આ વિસ્તારોના ખેડૂતોને 8 કલાકને બદલે 10 કલાક વીજળી આપવામાં આવી રહી છે.
જામનગર ઉપરાંત જૂનાગઢ જિલ્લાના 5 તાલુકા તથા કચ્છ જિલ્લાના અમુક તાલુકા સહિત સૌરાષ્ટ્ર-કચ્છના કુલ 19 તાલુકાના ખેડૂતોને આ વધારાનો લાભ આપવામાં આવી રહ્યો છે. અન્ય જે તાલુકાઓમાં પણ પાછોતરો વરસાદ ખેંચાયો હોવાનું કહેવાય છે અને તેમનો આ યોજનામાં સમાવેશ થયો નથી એવા સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાંક તાલુકામથકોએ આ મુદ્દે ખાસ કરીને ખેડૂત વર્ગમાં ગણગણાટ શરૂ થયો હોવાનું સૂત્ર જણાવે છે.
