Mysamachar.in-જામનગર:
હાલારમાં ખેડૂતોના આપઘાતનો સિલસિલો ચાલુ હોય તેમ આર્થિક ભીસના કારણે વધુ એક ખેડૂતે જિંદગી ટૂંકાવી લીધાનો બનાવ સામે આવતા અરેરાટી ફેલાઈ છે. આ બનાવની વિગત એમ છે કે જોડીયા તાલુકાના લખતર ગામે રહેતા મનસુખભાઇ અમરશીભાઈ દલસાણીયાને ૧૫ વીઘા જેવી ખેતીની જમીન હોય તેવામાં સગાસંબંધીઓ પાસેથી નાણા લીધા હતા અને આર્થિક સંકડામણને કારણે દેણું વધી જતા છેલ્લા ઘણા સમયથી ચિંતામાં રહેતા હતા અને અંતે કંટાળીને ઝેરી દવા પી લેતા સારવાર દરમ્યાન મનસુખભાઇ દલસાણીયાનું મોત નીપજયું હતું,
વધુમાં મળતી વિગત મુજબ મૃતક ખેડૂતના પરિવારમાં પત્ની તેમજ બે પુત્રો હોય આ બનાવથી પરિવાર તેમજ નાના એવા લખતર ગામમાં ભારે શોકનું વાતાવરણ ફેલાયું છે, અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર જીલ્લામાં ઓછો વરસાદ પડવાના કારણે ધ્રોલ અને જોડીયા તાલુકાને દુષ્કાળગ્રસ્ત તાલુકા તરીકે જાહેર કર્યા છે. તેવામાં આર્થિક ભીસના કારણે ઘણા પરિવારો ચિંતામાં છે અને ખેડૂતોની પરિસ્થિતી પણ દયનીય છે.