Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
હાલારમાં પોલીસની ઓળખ આપીને લોકો સાથે છેતરપીંડી આચરવાના ગુન્હામાં નકલી પોલીસને ઝડપી લેવાના બનાવો તાજા છે,તેવામાં દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પહેલા C.B.I. ઓફિસર બાદમાં I.P.S. ઓફિસર હોવાની ઓળખ આપનાર અમદાવાદનો શખ્સ ચીટર હોવાનું ખૂલ્યું છે,
દ્વારકામાં ત્રણ દિવસ પૂર્વે જગતમંદિરના દર્શન કરવા આવેલા C.B.I. ઓફિસરનું ખીસ્સુ કપાયું હોવાના સમાચાર વહેતા થયા હતા,જેમાં નવો ખુલાસો એ થયો છે કે,આ ચીટર નકલી I.P.S. ઓફિસર તરીકે હૉટલમાં ઉતરીને છેતરપીંડી આચરવા આવ્યો હતો,
સમગ્ર બનાવની ચોંકાવનારી હકીકત એવી છે કે,દ્વારકામાં હોટલ વ્યવસાયનો ધંધો કરતાં નરોતમભાઈ પરમારની નેપાળ પ્રવાસ દરમ્યાન ટ્રેનમાં સંદિપ રઘુનંદન ગુપ્તા નામના વ્યકિત સાથે મુલાકાત થયા બાદ I.P.S. ઓફિસર હોવાની સંદિપએ ઓળખ આપીને મોબાઈલ ફોન નંબરની આપલે કરી હતી,
ત્યારબાદ દ્વારકા જગત મંદિર ખાતે દર્શન કરવા આવીને દ્વારકાના નરોતમભાઈની હોટલમાં રોકાણ કર્યું હતું અને નકલી I.P.S. ઓફિસર સંદિપ ગુપ્તા પોતાની માયાજાળ ફેલાવી લોકોને શીશામાં ઉતારવાની શરૂઆત કરી હોટલ સંચાલકના સંબંધી દિલિપભાઈ પરમારને પણ ૫ હજારનું બુચ માર્યું હતું,
વધુમાં દ્વારકાના ગોવિંદભાઈ નકુમ નામના યુવાનને નોકરી અપવવાની લાલચ આપી ૧૫ હજારનું બુચ મારે તે પહેલા હોટલ સંચાલકને શંકા જતા પોલીસને જાણ કરતા સંદિપ ગુપ્તા ડુપ્લિકેટ I.P.S. હોવાનો ભાંડાફોડ થતા ઝડપી લેવામાં આવી છે,
આ ચીટર શખ્સ સંદિપ ગુપ્તા મુળ યુ.પી.ના અને વર્ષોથી અમદાવાદ પરિવાર સાથે વસવાટ કરે છે અને પોતે ગ્રેજ્યુએટ અને પરણીત છે,ઉપરાંત પોતાને એક આયસર ટ્રક હોય ટ્રાન્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલ છે,પરિવારમાં મોટાભાઇ શિક્ષક છે અને માતા-પિતા સાથે રહે છે
આમ અમદાવાદના સંદિપ ગુપ્તાના નામનો આ શખ્સ દ્વારકામાં છેતરપીંડી આચારતા ઝડપાયા બાદ અમદાવાદ કે અન્ય જીલ્લામાં છેતરપીંડી આચરેલ છે કે કેમ તે અંગે દ્વારકા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરે છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.