Mysamachar.in-મહેસાણા
મહેસાણાના વિસનગરમાં નકલી લાયસન્સ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે પોલીસે મળેલી બાતમીને આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી જેમાં પોલીસને શખ્સ પાસેથી 4 નકલી લાયસન્સ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વિસનગર LCBએ નકલી ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે મહત્વનું છે કે ગ્રાહકોના ટેસ્ટ વગરના લાયસન્સ કાઢી આપવાનું કૌભાંડ ચાલતું હતું જેની LCBને બાતમી મળતા તપાસ હાથ ધરી હતી જેમાં વસીમખાન નામના શખ્સ પાસેથી 4 જેટલા નકલી લાયસન્સ મળી આવ્યા હતા.
આ શખ્સ છેલ્લા ઘણા સમયથી ગ્રાહક સેવા નામની દુકાન ચલાવે છે અને તે ગ્રાહકોને ટેસ્ટ વિના જ લાયસન્સ કાઢી આપવાનું કહેતો હતો જેની જાણ પોલીસને થતા પોલીસે ગ્રાહક સેવા દુકાન પણ દરોડો પાડી અને આરોપી વસીમખાને અત્યાર સુધીમાં કેટલા લોકોને આવા નકલી લાયસન્સ મેળવી આપ્યા છે અને કોને કોને આપ્યા છે તેમજ વસીમખાન આ ધંધો કેટલા સમયથી કરે છે તેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પોલીસે વસીમખાન નામના શખ્સ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.