Mysamachar.in-અમદાવાદ:
ઘણાં બધાં લોકો BPL રાશનકાર્ડ ધરાવે છે અને ઘણાં બધાં લોકો રાશનકાર્ડ પર વિનામૂલ્યે અનાજ મેળવતાં હોય છે. પરંતુ આ તમામ લોકોએ આ લાભ મેળવવા માટે e-KYC નિયમોનું પાલન કરવું ફરજિયાત હોય છે. આ માટેની ડેડલાઈનમાં 3 મહિનાનો વધારો કરી આપવામાં આવ્યો છે. હજુ ઘણાં બધાં કાર્ડધારકોએ પોતાના રાશનકાર્ડ અને આધારકાર્ડ લિંક કરાવ્યા નથી. આ માટેની અંતિમ તારીખ અગાઉ સરકાર દ્વારા 30 જૂન જાહેર કરવામાં આવી હતી. આ મુદ્દતમાં 3 મહિનાનો વધારો કરવામાં આવ્યો છે. જે લોકોએ હજુ સુધી આ લિંક અપ કર્યું નથી તેઓ આગામી 30 સપ્ટેમ્બર સુધી પોતાના રાશનકાર્ડ અને આધારકાર્ડનું લિંક અપ કરાવી શકશે.
આ મુદ્દત વધારાથી ઘણાં બધાં લોકોને લાભ મળતો રહેશે. અત્રે ઉલ્લેખનિય છે કે, PDS હેઠળ આ લાભો પ્રાપ્ત કરવા રાશનકાર્ડ અને આધારકાર્ડનું લિંક અપ ફરજિયાત કરવાનો નિયમ સાત વર્ષથી અમલમાં છે, ઘણી વખત આ મુદ્દત વધારવામાં આવી છે, આમ છતાં ઘણાં લોકોએ હજુ સુધી આ લિંક અપ કરાવ્યું ન હોય, વધુ એક વખત 3 મહિના માટે આ મુદ્દત વધારી આપવામાં આવી છે. (પ્રતીકાત્મક તસ્વીર સૌજન્ય:ગુગલ)