Mysamachar.in-અમદાવાદ
રાજ્યમાં દારૂબંધી વચ્ચે દર બે ચાર દિવસે દારૂની હેરાફેરીના નીતનવા કીમીયાઓ સામે આવતા રહે છે, એવામાં અમદાવાદની સોલા પોલીસને બાતમી મળી હતી કે વિદેશી દારુ ઘૂસવાનો છે તે આધારે એક છટકું ગોઠવ્યું હતું. અને તેમાં પોલીસ સફળ થઇ છે, સોલા પોલીસે એસપી રીગ રોડ પરથી કાશ્મીરી સફરજનની આડમાં વિદેશી દારૂની હેરફેર કરતા 4 આરોપી ને ઝડપી પાડ્યા છે. દૂધના, દવાની આડમાં દારૂની હેરેફેરી બાદ કશ્મીરી સફરજનની આડમાં દારૂના સપ્લાયનો કીમિયો સામે આવ્યો છે.
ડ્રાઈવર ક્લીનર સહિતના 4 આરોપીઓએ સફરજન ભરેલી ટ્રકમાં વધુ પૈસા કમાવવા માટે રાજસ્થાન અને હરિયાણા બોર્ડરથી દારૂ પણ ભર્યો હતો. આ દારૂનો વિરમગામમાં સપ્લાય કરવાના હતા. જોકે દારૂ સપ્લાય કરે તે પહેલા આરોપીઓ એસ પી રીગ રોડ પરથી સોલા પોલીસ ના સકંજામાં આવી ગયા હતા. પોલીસે સફરજનના 500 બોક્સની વચ્ચે રાખવામાં આવેલ 20 લાખ રૂપિયાની કિંમતનો 2700 નંગ દારૂ ઝડપી પાડ્યો હતો. પોલીસ એ આરોપીઓની ધરપકડ કરી દારૂ અને ટ્રક સહીત 30 લાખ નો મુદામાલ જપ્ત કર્યો છે.