Mysamachar.in-અમદાવાદ:
છેલ્લા 5 મહિનાથી વધારે સમયથી કોરોના મહામારી ને લીધે શાળાઓ બંધ છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે સંપર્ક તૂટી ગયો છે. જેમાં અમુક શાળાઓ ઓનલાઈન શિક્ષણ આપવાનો પ્રયાસ કરે છે પણ હકીકતમાં વિદ્યાર્થીઓને જરૂરી જ્ઞાન મળી શકતું નથી. ખુબજ ઓછા સમયના ઓનલઈન શિક્ષણ થી વિદ્યાર્થીઓ ઘણીવાર સમજી પણ શકતા નથી. વધુ માં શાળાઓ ક્યારે ખુલશે તેની અસમંજસ હજુ સરકાર ને પણ છે અને વાલીઓ ને પણ છે આ ઉપરાંત કોરોના મહામારી ને લીધે શાળાઓના ખુલવાની સાથે શું વાલીઓ તેના બાળકો ને શાળાએ મોકલશે કે નહિ તે પણ એક વિચારજનક વાત છે.
આવા સમયમાં સ્વયમ લર્નિંગ જેવી સંસ્થાને ઓનલાઈન અભ્યાસ માટેનાં વાર્ષિક પેકેજ માટે જબ્બરદસ્ત પ્રતિસાદ જોવા મળેલ છે. એક તરફ જ્યારે ઓનલાઈન અભ્યાસની એપ્સ એક વર્ષનાં 5,000 થી 35,000/- જેટલા પૈસા લઈ રહી છે, ત્યારે સ્વયમ લર્નિંગ જેવી સંસ્થાએ તેમનું સંપૂર્ણ પેકેજ માત્ર 899/- નાં નજીવા દરે આખા વર્ષ માટે ખુલ્લું મૂકી દીધું છે.
+ માત્ર એકવાર પેમેન્ટ કરીને બધા જ મુખ્ય વિષયો તેમજ તેનાં દરેક પાઠનાં એનિમેશન સાથેનાં ઓડિયો-વિડીયો, દરેક પાઠની ઈ-ટેક્સટબુક, બધી જ ઈ-ટેસ્ટ, વગેરે આખા વર્ષ માટે બેરોકટોક વાપરી શકાય છે.
+ આ ઉપરાંત વિદ્યાર્થી તેમજ વાલીઓનો વિશ્વાસ જીતવા માટે www.swayamlearning.org પર માત્ર ફોન નંબરથી ફ્રી રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ 7 દિવસ સુધી તમે બધા વિષયો તેમજ તેનાં પહેલા 2 પાઠનો ફ્રી ડેમો પણ 7 દિવસ સુધી જોઈ શકો છો.
+ પોર્ટલ પર ફ્રીમાં રજીસ્ટર કરાવ્યા બાદ તમારા મોબાઈલ પર SMS મારફતે લોગઈન નંબર અને પાસવર્ડ મોકલવામાં આવે છે.
+ પોર્ટલમાં લોગઈન કર્યા બાદ તમે દરેક વિષયનાં નામ સાથેનાં સેક્શન જોઈ શકો છો.
+ જે વિષય પર ક્લિક કરીએ, એ વિષયનાં પાઠ ક્રમબદ્ધ જોવા મળે છે. કોઈપણ પાઠ પર ક્લિક કરીએ તો તેની અંદર તે પાઠનો વિડીયો, ઈ-પાઠ્યપુસ્તક તેમજ એ પાઠને લગતી ઈ-ટેસ્ટનું લિસ્ટ જોવા મળે છે.
+ બાળક પોતાની અનુકૂળતા અને સમય પ્રમાણે મોબાઈલ કે કમ્પ્યુટરના માધ્યમથી એનિમેશન ઓડિયો-વિડીયો જોઈને પોતાનો અભ્યાસ કરી શકે છે.
+ પાઠ તૈયાર થઈ જાય તો કેટલું શીખ્યા એ તપાસવા માટે ઈ-ટેસ્ટ લઈને ચકાસી શકે છે.
+ દર વખતે, એક જ પાઠની અલગ અલગ ટેસ્ટ લઈ શકાય છે જેથી પૂર્ણ રીતે પાઠ પાક્કો કરી શકાય અને કચાશ સુધારી શકાય.
+ અભ્યાસ દરમ્યાન કોઈ ટેક્નિકલ તકલીફ પડે અથવા કોઈ મુંજવણ હોય તો વેબચેટનાં બોક્સમાં મેસેજ કરીને 24 કલાકમાં જવાબ મેળવી શકાય છે.
આ 7 દિવસ દરમ્યાન બધું ચકાસીને ખાતરી થઇ જાય ત્યારબાદ તમે 899/- નું ઓનલાઈન પેમેન્ટ કરી (કાર્ડ, નેટ બેન્કિંગ, પેટીએમ તેમજ UPI થી પેમેન્ટ કરી શકાય છે) આખા વર્ષ માટે આ બધી જ સુવિધાનો બેરોકટોક ઉપયોગ કરી શકો છો. આવનારા સમયમાં જ્યારે હજુ પણ શિક્ષણ સંસ્થાઓ ચાલુ થવાનાં કોઈ એંધાણ દેખાતા નથી ત્યારે આવા ઓનલાઈન અભ્યાસક્રમ ચોક્કસપણે બાળકોનાં અભ્યાસ માટે ખૂબ જ લાભપ્રદ રહેશે એવું સ્પષ્ટ વર્તાઈ રહ્યું છે. આ પોસ્ટને તમારા કૌટુંબિક તેમજ સ્કૂલનાં ગ્રુપ્સમાં અચૂક શેર કરો જેથી કોઈપણ ધોરણ કે શાળામાં ભણતો વિદ્યાર્થી આજના મોંઘા શિક્ષણની વચ્ચે આવી મહત્વની માહિતીથી વંચિત ના રહી જાય