Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લા પંચાયતની બજેટ માટેની ખાસ સામાન્ય સભા આજે પ્રમુખના અધ્યક્ષપદે યોજાઈ હતી જેમાં વર્ષ 2024-25 માટેનું અંદાજપત્ર રજૂ થયું. જિલ્લા પંચાયતનું આ વર્ષ માટેનું સ્વભંડોળ બજેટ રૂ. 6.78 કરોડનું છે. જ્યારે બજેટમાં એવું પણ દર્શાવવામાં આવ્યું છે કે, વર્ષ દરમિયાન સરકારમાંથી રૂ. 158 કરોડની આવક થશે. જે ગ્રાન્ટ વગેરેના રૂપમાં હશે. વર્ષ દરમિયાન જિ.પં.ની સ્વભંડોળની રકમમાંથી ઘણો ખર્ચ થશે, જેથી પુરાંત ઘટી જશે.આજે પ્રમુખ મેયબેન ગરચર, ઉપપ્રમુખ હસમુખ કણઝારિયા તથા DDO વિકલ્પ ભારદ્વાજ તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં. પ્રશ્નોતરી દરમિયાન રોડના અધૂરાં કામો સહિતની રાડ ઉઠી હતી.તો શાશકોએ આવતા વર્ષમાં જીલ્લાના મહત્વના કામો પર ભાર મુકવામાં આવશે તેમ મીડિયા સમક્ષ જણાવ્યું હતું.