Mysamachar.in-જામનગર:
શહેરમાંથી રોજ નીકળતા ૭૦ લાખ લીટર ગંદા પાણી પર પ્રોસેસ કરવાનો તેને ચોખ્ખુ કરી રિયુઝ માટે ની વ્યવસ્થા કરવામા નિષ્ફળ ગયેલ એસ્સાર પ્રોજેક્ટ ઇ.લી.કંપનીએ કરાર ભંગ કર્યો હોય રૂપિયા ૨૩ કરોડની ડીપોઝીટ જપ્ત થતી રોકવા કંપની હવાતિયા મારે છે. બીજી તરફ પાણી તો દરિયામાં જ જાય છે જો કે પ્રદુષણ બોર્ડે રોજ પાણી શુદ્ધ થાય તે નદીમા જાય તો વાંધો નહી તેવી અધકચરી મંજુરી આપી હતી.
શુદ્ધીકરણ કરેલુ પાણી રીયુઝ માટે ઉદ્યોગોને આપવાની વ્યવસ્થા કંપની સાથેના કરારની શરત હતી નહિ તો જોગવાઇ મુજબ ડીપોઝીટ જપ્ત કરવાની થાય હવે સમગ્ર પ્રોજેક્ટનુ અડધુ કામ કરનાર કંપનીએ રૂ.૨૩ કરોડ બચાવવા હવાતિયા શરૂ કર્યા છે.. જે માટે કંપનીએ કોમર્શીયલ કોર્ટમાં ધા નાંખી હતી. ઉપરાંત નેશનલ કંપની લો ટ્રીબ્યુનલમાં પણ ધા નાંખી છે..આમ કામ પુરૂ નહી કરનાર કંપનીના ડીપોઝીટ બચાવવા હવાતીયા તંત્રમાં ચર્ચાના ચાકડે છે.
વર્લ્ડ બેંક સહાય સહિત રૂ. ૮૬ કરોડથી વધુ રકમના ખર્ચા બાદ પણ મુળ હેતુ સર ન થયો હોય હવે સરકારે સમગ્ર મામલો હાથમાં લેવાની ફરજ પડી છે.. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જામનગર આવી આ મેગા પ્રોજેક્ટને ખુલ્લો મુકી બુલંદ અવાજે કહેલુ કે સૌપ્રથમ વખત જામનગરનું રોજનુ ૭૦ લાખ લીટર ગટરનુ ગંદુ પાણી દરિયામાં જતુ અટકે તેની સરકારે ચિંતા કરી છે..આ પ્રોજેક્ટ થી દરિયાઇ પ્રદુષણ બંધ થશે દરિયાઇ જીવસુષ્ટી વનસ્પતિનું નિકંદન નીકળતું અટકે તે માટે ગંદા પાણીની પ્રોસેસ થઇ તે પાણી કંપની વેંચાતુ લેશે તેમાંથી મહાનગરપાલિકા ને આવક થશે જેથી આર્થિક સ્થિતિ સુધરશે તેમ પણ ઉમેર્યું હતું.
ઓગષ્ટ ૨૦૧૬ માં પુર્ણ થયેલો શુદ્વીકરણ પુરતો પ્રોજેક્ટ મુખ્યમંત્રીએ જાન્યુઆરી ૨૦૧૭ માં લોકાર્પણ વખતે અહો રૂપમ અહો ધ્વની કર્યુ હતુ જો કે આ શુદ્ધ થયેલુ પાણી ઉદ્યોગો વપરાશમા લેશે તેથી રોજનુ લાખો લીટર ડેમનુ કે નર્મદાનુ પાણી પણ બચશે. પરંતુ આ ગર્જનાના બે વર્ષ પુર્ણ થયા બાદ પણ હજુ આ પાણી રી યુઝ ના કોઇ ઠેકાણા જ નથી.
કરાર ભંગ થતા નોટીસ ફટકારાયાનો છે મામલો….
જામ્યુકોના ભૂગર્ભ ગટર શાખામાંથી સતાવાર જાણવા મળ્યા મુજબ સુએજ ટ્રીટમેન્ટ પ્લાનનું ૫ વર્ષ સુધી સંચાલન કરવાનો કરાર કરનાર કંપની એસ્સાર પ્રોજેકટ ઇન્ડીયા લી.ને ગંદાપાણીના શુદ્ધીકરણ કામ બાદ પાણી માટે ગ્રાહકો શોધી ન શકતા અને કરારની શરત મુજબ પાણી ના પુન:વપરાશ માટે જરૂરી પાઇપલાઇન નેટ્વર્ક સહીતનું કામ ન કરતાં કંપનીએ ભરેલી રૂ.૨૩ કરોડની ડીપોઝીટ જપ્ત કરી બ્લેકલીસ્ટ કરવા કંપનીને નોટીસ્ જે-તે સમયે ફટકારવામાં આવી હતી, નિયમાનુસારની કાર્યવાહીનો અર્થ કંપની ને બ્લેકલીસ્ટ કરવી અને પગલા લેવાની કાર્યવાહી એવો થાય છે,તેમ પણ ઉમેર્યું હતું..પાણીના પુન:વપરાશ માટેના નેટવર્કમાં ૧૦ કરોડનું રોકાણ અને પુન:વપરાશ માટે ફરી પાઈપલાઈનું નેટવર્ક અને પમ્પીગ માટે રૂ ૬૦ કરોડનુ રોકાણ કે ખર્ચ કરવાનું થાય છે પરંતુ શુધ્ધ કરેલા પાણી લેવા માટે કોઈ ગ્રાહકો ન મળતાં કામગીરી ન થઈ શકી હોવાનું જાણવા મળ્યું છે…
શું છે આ પ્રોજેક્ટ..
શહેરમાં પહેલાં ગંદા પાણી રંગમતી નદીમાં અને દરિયામા નિકાલ કરવામાં આવતા નદી અને દરિયાઇ જીવસૃષ્ટિને વિપરીત અસર થતી હતી. વર્ષ 2011માં શહેરમાં ઇકો કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત વર્લ્ડ બેંક પાસેથી રૂ. ૭૦ કરોડની સહાય મેળવી શહેરના ગાંધીનગર પાછળ ૭૦ એમએમડી ગંદાપાણીના શુદ્ધી કરણના સુએજ ટ્રીટમેન્ટપ્લાન્ટની કામગીરીનુ આયોજન થયુ જે કામ એસ્સાર પ્રો. એ સરકારમાંથી મેળવ્યુ અને ટ્રીટમેન્ટ પુરતુ કામ ઓગષ્ટ ૧૬ માં પુર્ણ કરાયુ હતુ.
શુદ્ધિકરણ બાદ ઔધોગિક વપરાશમાં પાણીનો ઉપયોગ કરી તેમાંથી મળતી આવક પૈકી દર વર્ષે રૂ. ૨ કરોડ પ્રીમીયમ પેટે જામનગર મહાનગરપાલિકાને આવક સ્વરૂપે મળી રહે તેમજ શુદ્ધિકરણ થયેલું પાણી નદીમાં છોડવાને બદલે તેનો સદઉપયોગ થઇ શકે તે મુજબ મનપાને આ કામ માટે મે એસ્સાર પ્રોજેકટ ઇન્ડિયા ની સાથે કરાર કરી રૂ. ૨૩ કરોડ ડીપોઝીટ પેટે જમા લીધા હતાં કરારની શરતો મુજબ શુદ્ધ થયેલા પાણીના પુન:વપરાશ માટે જરૂરી પાઇપાઇન નેટવર્ક અને પમ્પીગ સ્ટેશન વગેરે કરવાનું કામ કંપનીએ કર્યું નથી.