Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ ચારે તાલુકાઓમાં ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમના સમર્થનમાં યોજાતી સભાઓ તથા કાર્યકર્તા સંમેલનથી સમગ્ર જિલ્લામાં તેમના તરફી વાતાવરણ છવાઈ ગયું છે,તથા સામે પક્ષે કોંગ્રેસમાં છેલ્લી ઘડીએ આવેલા ઉમેદવારને મુદ્દા પણ શોધવા જવા પડે તેવી સ્થિતિ ઉભી થતા સમગ્ર જિલ્લામાં ભાજપ તરફી એક જુવાળ ઉભો થયો છે,

ખંભાળિયા જીલ્લા પંચાયતની બેઠકો હર્ષદપુર,ધરમપુર,શક્તિનગર,વાડીનાર,બજાણા તથા સલાયા,ચારબારા, હંજડાપર,મોવાણ,વડત્રા તથા ભાડથર વગેરે વિસ્તારોમાં ભારે આવકાર સાથે ગ્રામજનોનો પ્રચંડ ઉત્સાહ તથા સલાયામાં અપૂર્વ જનમેદની સાથે મહાસભા, ખંભાળિયા શહેરમાં ડોર ટુ ડોર લોક સંપર્ક સાથે શહેરી જનતાનો વ્યાપક આવકાર તથા વિવિધ જ્ઞાતિઓ મંડળો મળી ને ૬૦ થી વધુ સન્માન આવકાર વગેરેથી પુનમબેનની સ્થિતિ મજબૂત બની ચૂકી છે,તો બીજી તરફ વાડીનાર સીટમાં તથા રાજપૂત સમાજના ગામોમાં મંત્રી હકુભા જાડેજા તથા પી.એસ.જાડેજાનો પ્રવાસ તથા તેમની સાથે જોડાતા સંખ્યાબંધ આગેવાનો ઉપરાંત જિલ્લામાં પાકવીમો મંજૂર કરાવવા સાંસદ તથા આગેવાનોની જહેમતને કારણે રાજ્યમાં આવા જિલ્લાઓમાં ઠીક પણ જુનાગઢ અને રાજકોટ કરતા પણ દ્વારકા જિલ્લામાં પાકવીમો ૫૦૦ કરોડ જેટલો મંજુર થયો છે તથા દ્વારકા જિલ્લામાં પાકવીમા પછી મહત્વનો મુદ્દો ટેકાના ભાવે ખરીદીમાં પણ ખેડૂતોને ખૂબ જ ન્યાય મળ્યો હોય હાલ પાણી તથા વિજળી નો પ્રશ્ન પણ નથી તથા જિલ્લામાં ચાર-ચાર નેશનલ હાઇવે સાથે વિકાસની ગતિ પકડી છે તથા જિલ્લાના મુખ્ય શહેરોમાં કરોડોના ખર્ચે રસ્તા તથા વિકાસ કાર્યો થઈ રહ્યા છે,

સાંસદ પૂનમબેન માડમે પાંચ વર્ષમાં સંખ્યાબંધ વિશિષ્ટ કાર્યો કર્યા હોય તથા સેવાકીય પ્રવૃતિઓ ગૌસેવા,ગરબીઓમાં લ્હાણી સેવા કરી હોય કોંગ્રેસના ઉમેદવારને કોઈ મુદ્દો શોધ્યો મળે નહીં તેવી સ્થિતિ થઈ છે તથા ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમને સર્વજ્ઞાતિઓનો રોજેરોજ ટેકો વધતો જતો હોય લીડ સાથે જીતના સંજોગો ઉજળા બન્યા છે,ખંભાળિયામાં દલિત સમાજની મિટિંગમાં રાષ્ટ્રીય સફાઈ આયોગના ચેરમેન મનહરભાઈ ઝાલા રહ્યા ઉપસ્થિત
ખંભાળિયા શહેરમાં પૂનમબેન માડમના સમર્થનમાં તાજેતરમાં સતવારા, લોહાણા,બ્રાહ્મણ,દરજી સહિતની ૩૦ જેટલી જ્ઞાતીઓ તથા ૩૦ જેટલી સંસ્થાઓ દ્વારા સન્માન પછી વિવિધ જ્ઞાતિઓના સમર્થન અને સન્માનના દોર ચાલુ છે.ત્યારે તાજેતરમાં ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમના સમર્થન માટે દલિત સમાજની એક બેઠક યોજાઇ હતી,જેમાં રાષ્ટ્રીય સફાઈ આયોગના ચેરમેન મનહરભાઈ ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા,તેમણે રાજ્ય તથા કેન્દ્ર સરકારની દલિતોના કલ્યાણ માટેની વિવિધ યોજનાઓ,સરકારના પગલા તથા સફાઈ કામદારો માટેની સહાય તથા કલ્યાણકારી યોજનાઓની જાણકારી આપીને ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમને જીતાડી મજબૂત પ્રતિનિધિત્વ પૂરું પાડવા અપીલ કરી હતી,

કાર્યક્રમમાં ગ્રીનકોના ચેરમેન મેઘજીભાઈ કણજારીયા, ભાજપ જિલ્લા પ્રમુખ કાળુભાઇ ચાવડા, અનિલભાઈ તન્ના, પૂર્વ જિલ્લા પ્રમુખ ઇન્દ્રજીતસિંહ પરમાર,શહેર પ્રમુખ મનુભાઈ મોટાણી, પૂર્વ પાલિકા પ્રમુખ પી.એમ.ગઢવી, તથા દલિત આગેવાનો દેવાભાઈ બથવાર, આલાભાઇ ડૉરૂ, અ.જા. ના જિલ્લા ભાજપ મોરચા પ્રમુખ હરેશભાઈ ડગરા, ખંભાળિયા મોરચા પ્રમુખ લખુભાઇ ચાવડા, રાહુલભાઈ બેરડીયા, સુરેશભાઈ વાઘેલા, દિલીપભાઈ વાઘેલા, ભરતભાઈ વાઘેલા, સલાયાના બચુભાઈ બારીયા, મનાદાદા માતંગ, ખેતાભાઇ જગમાળભાઈ,મનીષ ચાવડા વગેરે જોડાયા હતા, મીટીંગ ઇન્ચાર્જ તરીકે ઇન્દ્રજીતસિંહ પરમાર રહ્યા હતા.
