Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પૈકી 80-જામજોધપુર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પૂર્વ મંત્રી ચીમન શાપરિયાએ સમગ્ર જામજોધપુર અને લાલપુર પંથકમાં કેસરિયો વંટોળ સર્જી દીધો છે. તમામ ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપાનો ચૂંટણી પ્રચાર છવાઈ ગયો છે. ઠેરઠેર સ્થાનિક આગેવાનો અને કાર્યકરો ભાજપામાં જોડાઈ રહ્યા છે અને શ્રેણીબદ્ધ ગ્રૂપ મિટિંગ અને જનસભાઓ યોજવામાં આવી રહી છે જેમાં સેંકડો લોકો ઉપસ્થિત રહે છે.ભાજપના મળી રહેલ પ્રચંડ જનસમર્થનથી હરીફો ડઘાઈ ગયા છે.જામજોધપુર વિધાનસભા બેઠક પરનાં ઉમેદવાર ચીમનભાઈ શાપરિયાનો વિશાળ કાફલો રાતદિન જામજોધપુર અને લાલપુર તાલુકાના સંખ્યાબંધ ગામોની મુલાકાત લ્યે છે. સર્વત્ર ભાજપાની વિચારધારાને આવકાર મળી રહ્યો છે.
વિશ્વાસનો આધાર છે વિકાસનો નિર્ધાર અને જામજોધપુર તથા લાલપુરમાં કમળ નિશ્ચિત છે-વગેરે સૂત્રો સાથે પ્રચાર કામગીરી આગળ વધી રહી છે. તેવામાં ગતરોજ જામજોધપુર તાલુકાના જામવાડી ગામનાં સરપંચ સહિતના કાર્યકરો કે જેઓ અત્યાર સુધી કોન્ગ્રેસની વિચારધારા સાથે સંકળાયેલા હતાં તેઓ 60 જેટલાં આગેવાનો અને કાર્યકરોએ ભાજપાનો ખેસ ધારણ કરી લીધો છે અને ભાજપાનાં નેતૃત્વમાં ભરોસો વ્યક્ત કર્યો છે. ભાજપામાં જોડાયેલા આ લોકોમાં સરપંચ ઉપરાંત પૂર્વ સરપંચ, પંચાયતનાં પૂર્વ સદસ્યો અને ગ્રામજનોનો સમાવેશ થાય છે, જે તમામને ભાજપાનો ખેસ ધારણ કરાવી પાર્ટીમાં આવકારવામાં આવ્યા હતાં.સરપંચ જામવાડી, વિમલભાઈ, ઈશ્વરભાઈ, સહિતના આગેવાનો સ્થાનિકો પણ હાજર રહ્યા હતા.
આ પ્રચાર પ્રવાસ દરમિયાન જામવાડી ખાતે જનસભા યોજવામાં આવી હતી. જેમાં જામજોધપુર-લાલપુર વિધાનસભા વિસ્તારમાં કમળ ખીલવવા તથા ગુજરાતનાં વિકાસમાં સૌને સહભાગી બનવા આહવાન કરવામાં આવ્યું હતું. અને જાણે ચીમનભાઈની વિજયીસભા હોય તેવો માહોલ બની જવા પામ્યો હતો, આ તકે જિલ્લા ભાજપાનાં હોદેદારો, અગ્રણીઓ, કાર્યકરો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં અને સૌએ ભાજપાને જિતાડવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ ઉપરાંત મોટી ગોપ ખાતે પણ ચૂંટણી સભા યોજવામાં આવી હતી જેમાં સેંકડો આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં. જેમાં વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં. જામવાડી અને મોટી ગોપ સહિતના વિવિધ ગામોમાં ભાજપાની પ્રચાર કામગીરીનો વ્યાપક ધમધમાટ જોવા મળે છે અને ચીમનભાઇને સર્વત્ર આવકાર મળી રહ્યો છે.ભાજપના ઉમેદવાર ચીમનભાઈ શાપરીયા સાથે પ્રચારમાં ભાજપના આગેવાનોની ટીમ જેમાં ચેતનભાઈ કડીવાર, નરેન્દ્રભાઈ કડીવાર, સી.એમ.વાછાણી, જે.પી.ડોડીયા, હર્ષદીપભાઈ સુતરીયા, કૌશિકભાઈ રાબડીયા, અમુભાઈ વૈશ્નાણી, મુકેશભાઈ જોશી, મોહનભાઈ સગર, ભરતભાઈ સુરેલા, દેવાભાઈ પરમાર, સહિતની ટીમના સભ્યો સાથે રહયા હતા.