Mysamachar.in-જામનગર
જામનગર પીજીવીસીએલ હેઠળ આવતું ઉદ્યોગનગર સબ ડીવીઝન છેલ્લા કેટલાક સમયથી ભારે વિવાદોનું કેન્દ્ર બન્યું છે, કારણ કે આ સબ ડીવીઝનના એક પૂર્વ અધિકારી અને તેના કારનામાઓની તપાસમાં તેને પરસેવા છૂટી જતા આમથી તેમ દોડી રહ્યા છે, પણ મેળ નથી પડતો તેથી ચેન પણ નથી પડતો….તો બીજી તરફ સાપ જાય પણ લીસોટા રહી જાય તેમ હજુ પણ કેટલાક છાને ખૂણે ચાલતા કૌભાંડોની ગંધ આવી જાય તો ચેકિંગ થાય..અને જો સઘન તપાસ થાય તો ફોજદારી સુધીના ગુન્હાઓ પણ નોંધાઈ તેમ છે, એવામાં આજે શહેરના 49 દિગ્વિજય પ્લોટ નજીક ઉધોગનગર વિસ્તારમાથી લાખોની વીજચોરીના મામલાએ પીજીવીસીએલ તંત્રમાં સારી એવી ચકચાર જગાવી છે, મળતી માહિતી મુજબ જામનગર સર્કલના એસ.આર.રાડાને માહિતી મળતા તેઓએ તાત્કાલિક જીઆઈડીસી સબ ડીવીઝન અને શહેર વિભાગ 2 ના કર્મચારીઓને અંધારામાં રાખી ગ્રામ્ય વિભાગની ટુકડીને મોકલી તપાસ કરાવતા જયુ બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ નામનું ઔધોગિક એકમ વીજ મીટરને બાયપાસકરી વીજચોરી કરતાં ઝડપી પડ્યું છે.
આ એકમની લાખો રૂપિયાની ગેરરીતિ જોવા મળતા હાલ આ એકમને 10 લાખનું વીજ પુરવણી બિલ ઉપરાંત દોઢ લાખ કમ્પાઉન્ડીંગ આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત અધિક્ષક રાડાએ જીઆઈડીસી સબ ડિવિઝનના ડેપ્યુટી ઇજનેરને શોકોઝ નોટિસ આપવાની શહેરના કાર્યપાલક ઈજનેરને સૂચના આપી છે.આમ પીજીવીસીએલ જામનગર કૌભાંડોનું ઘર છે તે આજે વધુ એક ફલિત થયું છે, જો કે સુત્રોનું માનીએ તો આ તો એક કનેક્શન છે જો ખરા અર્થમાં ચેક થાય તો આવા કનેકશનોની હારમાળા છે. જો કે જીઆઇડીસી સબ સિવિઝન નીચે મોટી વીજચોરી અધિક્ષક ઈજનેર એસ આર રાડા એ મળેલી માહિતી મુજબ ગ્રામ્ય વિભાગની ટુકડી બનાવી રેડ પાડી રંગે હાથ પકડી કલમ 135 નીચે કેસ બુક કરી ઉધોગનગરમાં ગેરરીતિનું વ્યાપક ફલક અને પથરાયેલા નેટવર્કને ભેદવાની દિશામાં કંપનીના હિતમાં જૉરદાર કાર્યવાહીનો આરંભ કરેલ છે.






