Mysamachar.in-જામનગર:
જામનગર શહેરની ઉતર વિધાનસભા બેઠક સમગ્ર રાજ્ય અને દેશભરમાં ક્રિકેટર રવીન્દ્રસિંહ જાડેજાના પત્ની રીવાબા જાડેજા ચુંટણી મેદાને હોય તેને લઈને ભારે ચર્ચામાં છે, અને આ વિસ્તારમાં લોકોનો આવકાર પણ રીવાબા જાડેજાને જે રીતે મળી રહ્યો વિજય નજર સમક્ષ દેખાઈ રહ્યો છે,એવામાં 78 ઉતર વિધાનસભામાં સમાવિષ્ટ વોર્ડ નંબર 2 અને ૩ ના ચુંટણી કાર્યાલયનો દબદબાભેર પ્રારંભ થયો છે.
જામનગર 78 વિધાનસભાના ઉમેદવાર રીવાબા જાડેજાનું પ્રચાર કાર્ય ખૂબ જ વેગવંતુ બન્યું છે. લોકો તેમને આવકારી રહ્યાં છે. પ્રચાર પ્રવાસમાં તેમને આદર મળી રહ્યો છે. ખાસ કરીને સ્ત્રીઓ અને યુવતીઓ તેમની સાથે સેલ્ફી લેવા આતુર હોય છે. તેમના પ્રચારને વેગ આપવા વોર્ડ નંબર ૩ માં ચૂંટણી કાર્યાલયનો આરંભ કરવામાં આવ્યો છે. જેમાં અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી અને રિવાબાને આશીર્વાદ આપ્યા હતા..કાર્યાલયનો આરંભ સ્વામિનારાયણ સંપ્રદાયના ચત્રભુજ સ્વામીના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો,
આ પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના ચત્રભુજ સ્વામીએ આશીર્વચન આપ્યા હતા. આ ઉપરાંત ઉતરપ્રદેશના પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી દિનેશ શર્મા, ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, 77-78-79 ના ચૂંટણી ઇન્ચાર્જ અને પૂર્વમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, 78 વિધાનસભાના ઉમેદવાર રિવાબા જાડેજા, પૂર્વ ધારાસભ્ય પરમાનંદભાઈ ખટ્ટર, જામનગર મહાનગરપાલિકાના મેયર બીનાબેન કોઠારી, મહામંત્રી મેરામણભાઇ ભાટુ, મહામંત્રી વિજયસિંહ જેઠવા, પૂર્વ મેયર દિનેશભાઇ પટેલ, 78 વિધાનસભાના ચૂંટણી ઇન્ચાર્જ નીલેશભાઈ ઉદાણી, વોર્ડ નંબર 3-ના પ્રભારી નીતીનભાઇ સોલાણી યુવા મોરચાના પ્રમુખ દિલીપસિંહ જાડેજા, પૂર્વ મેયર ધર્મેન્દ્રસિંહ ઝાલા, શહેર ઉપપ્રમુખ ખૂમાનસિહ સરવૈયા, શહેર ઉપપ્રમુખ વસંતભાઈ ગોરી, વોર્ડ નંબર ૩ ના કોર્પોરેટર સુભાષભાઈ જોશી, પરાગ ભાઈ પટેલ, પન્નાબેન કટારીયા, અલ્કાબા જાડેજા, વોર્ડ નંબર 3 ના પ્રમુખ નરેશભાઇ ગઢવી, મહામંત્રી નગીનભાઈ ખીરસરીયા, ભૌતિક ભાઈ ફલીયા પૂર્વ મહામંત્રી પ્રવીણભાઈ અમૃતીયા, ભાજપ અગ્રણી ધીરુભાઈ કારીયા, હાજર રહ્યા હતા.
આ ઉપરાંત વોર્ડ નંબર 3 ના યુવા મોરચાના સભ્યો, કિશાન મોરચાના સભ્યો, બક્ષીપંચ મોરચાના સભ્યો, મહિલા મોરચાના સભ્યો ઉપરાંત ભાવેશભાઈ કાનાણી, નાનભાબાપુ જાડેજા, સરદારસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, જે.સી.વિરાણી, માલવીયા સાહેબ, રસીદાબેન પંડ્યા, શીવુભા ભટ્ટી, નરેન્દ્રભાઈ સોની સહિત વિશાળ સંખ્યામાં સ્થાનિક વિસ્તારના લોકો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા. તમામ લોકોએ રિવાબા જાડેજાને શુભેચ્છા પાઠવી હતી અને જંગી બહુમતીથી વિજયી બનાવવાનો સંકલ્પ લીધો હતો
તો રીવાબા જાડેજાના પ્રચારને વધુ વેગ આપવા વોર્ડ નંબર 2 માં ચૂંટણી કાર્યાલયનો આરંભ કરવામાં આવ્યો છે. જેમાં અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી અને રિવાબાને આશીર્વાદ આપ્યા હતા..આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, 77-78-79 ના ચૂંટણી ઇન્ચાર્જ અને પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, 78 વિધાનસભાના ઉમેદવાર રિવાબા જાડેજા, મહામંત્રી મેરામણભાઇ ભાટુ, મહામંત્રી વિજયસિંહ જેઠવા, 78 વિધાનસભાના ચૂંટણી ઇન્ચાર્જ નીલેશભાઈ ઉદાણી, વોર્ડ પ્રમુખ પ્રજ્ઞેશ ભાઈ ભટ્ટ, વોર્ડ મહામંત્રી સી.એમ. જાડેજા, કોર્પોરેટર જયેન્દ્રસિંહ ઝાલા, ડિમ્પલ બેન રાવલ, જયરાજસિંહ જાડેજા, પૂર્વ કોર્પોરેટર આલાભાઈ, હર્ષાબા જાડેજા, શિક્ષણ સમિતિના વાઈસ ચેરમેન પ્રજ્ઞાબા સોઢા, મંત્રી દિલીપસિંહ કંચવા, મંત્રી ભાવિશાબેન ધોળકિયા, પૂર્વ કોર્પોરેટર દિલીપસિંહ જાડેજા, પૂર્વ કોર્પોરેટર ભારતીબા સોઢા, ઉપપ્રમુખ પી.એલ.સંચાણીયા, ઉપપ્રમુખ ગજુભા જાડેજા, મહિલા મોરચાના પ્રમુખ ભાવનાબેન જાડેજા, યુવામોરચાના પ્રમુખ વિજયસિંહ સોઢા, ઉપપ્રમુખ કિર્તી સિંહ વાધેલા ઉપસ્થિત રહ્યાં હતાં.
આ ઉપરાંત પંચવટી જય માતાજી ગ્રુપના તમામ સભ્યો, સીનીયર સીટીઝન ગ્રુપના તમામ સભ્યો, શીવ ગ્રૂપના તમાંમ સભ્યો, નરેન્દ્રસિંહ જાડેજા, ભરતસિંહ જાડેજા, જયંતસિહ ઝાલા, બાપાલાલ ઝાલા, અજયસિંહ વાઢેર, તોગાનુબાપુ જાડેજા (ભગત મંડળ), કીશાન મોરચાના પ્રમુખ ગુલાબસિંહ જાડેજા, રામાપીર મંદિરના પ્રમુખ નટુભા જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, એમ.ડી.જાડેજા, હકુબા ચૂડાસમા (મહિલા મંડળ મચ્છર નગર) ગીતાબા જાડેજા (મહિલા મંડળ પૂનીત નગર), કોષાધ્યક્ષ વર્ષાબેન રાઠોડ, ધર્મીષ્ઠાબેન ભટ્ટી, ગીતાબા જાડેજા, ઉષાબા ચાવડા, જયદિપસિંહ ઝાલા, મીનાબેન પાબારી, સંજયભાઈ ગૌસ્વામી, હિતુભા જાડેજા, જયેન્દ્રસિંહ જાડેજા, દિનેશભાઈ ચૌહાણ, દશુભાઈ સોઢા, રાજેન્દ્રસિંહ કંચવા, અરવિંદસિંહ જાડેજા સહિત વિશાળ સંખ્યામાં સ્થાનિક વિસ્તારના લોકો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા. તમામ લોકોએ રિવાબા જાડેજાને શુભેચ્છા પાઠવી હતી અને જંગી બહુમતીથી વિજયી બનાવવાનો સંકલ્પ લીધો હતો