Mysamachar.in-જામનગર:
જામનગર લોકસભાની ચૂંટણીને લઈને ભારે ઉત્સાહના માહોલ વચ્ચે આજ સવારથી જ મતદાનની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે લાલપુર તાલુકાનાં ભણગોર ગામે મતદાનનો બહિષ્કાર કરતા ૪ કલાકમાં એક પણ મત પડ્યો નથી. જામજોધપુર નાયબ ચૂંટણી અધિકારી કે.પી.જેઠવાએ Mysamachar.in સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યુ હતું કે ગામના પાકવીમાના પ્રશ્નોના કારણે અત્યાર સુધી મતદાન થયું નથી.
