Mysamachar.in-જામનગર:
વિક્રમ સંવત 2079નું પ્રથમ ચંદ્રગ્રહણ આજે મંગળવારે સમગ્ર ભારતમાં જોવા મળશે. જે ચંદ્રગ્રહણ જામનગરના નભો મંડળમાં પણ સાંજે 06:07 વાગ્યાથી 07:26 દરમિયાન નરી આંખે જોઈ શકાશે,અને ત્યાર પછી ગ્રહણનો મોક્ષ થઈ જશે.ભારતમાં અને જામનગર શહેરમાં ચંદ્રઉદય થયા પછી થોડી ક્ષણો માં ગ્રહણ મોક્ષ થઇ જશે. એટલે આપણે ગ્રહણનો માત્ર મોક્ષ જોઈ શકીશું. પૂર્વ ક્ષિતિજ પર આ નિહાળી શકાશે.આ ગ્રહણ વખતે પૃથ્વીનો પડછાયો ચંદ્રના ખુબ નાના ભાગ ને અવરોધતો હોવાથી ચંદ્ર નો માત્ર 14.50 ટકા ભાગ કાળો થઈ ગયેલો જોવા મળશે.આ વર્ષ માં કુલ પાંચ ગ્રહણ થશે જે પૈકી હવે પછી એકમાત્ર ચંદ્ર ગ્રહણ 28-29 ઓકટોબર ,2023ના રોજ જોવા મળશે, એમ ખગોળ મંડળ, જામનગરનાં કિરીટ શાહે કહ્યું.