Mysamachar.in-જામનગર:
ગુજરાતભરના રઘુવંશી લોહાણા સમાજને એકતાંતણે બાંધવા માટે ગુજરાત રઘુવંશી લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ દ્વારા હાથ ધરાયેલા પ્રયાસોના ભાગરૂપે રાજયભરમાં લોહાણા સમાજની ઈ-વસ્તી ગણતરી હાથ ઘરવામાં આવી છે.
ગુજરાત રાજયમાં વસવાટ કરતાં લોહાણા સમાજની ઈ-વસ્તી ગણતરી માટે ઓનલાઈન સભ્ય નોંધણી માટે ત્રણ વિકલ્પ તૈયાર કરવામાં આવ્યા છે જેમાં ટોલ ફ્રી ફોન નં.95 55 949 949 ઉપર મિસ્ડ કોલ કરવાથી કોલ૨ને એક મેસેજ આવશે જેમાં વસ્તી ગણતરી માટેના ફોર્મની લીંક હશે. આ ફોર્મ ભરીને કોલ કરનારે ફોન પર જ કિલક કરીને ઓનલાઈન પરત કરવાનું રહેશે.
આ ઉપરાંત લોહાણા સમાજની રાજય સ્તરની વેબસાઈટ ” www.Lohana.online.in ” પર મુલાકાત લઈને પણ તેમાં અપાયેલું વસ્તી ગણતરી ફોર્મ ભરી શકશે. તદઉપરાંત એક કયુઆર કોડ તૈયાર કરવામાં આવ્યો છે જેને સ્કેન કરીને તેમાં રહેલું ફોર્મ ભરીને લોહાણા સમાજના પરિવારો રાજય કક્ષાના લોહાણા સમાજ સાથે સભ્ય તરીકે જોડાઈ શકે છે. સાથે જ જે-તે ઓનલાઈન પ્લેટ ફોર્મ પર ફોર્મ ભરનાર પોતાનું ઓળખપત્ર પણ ડાઉનલોડ કરી શકે તેવી સુવિધા પણ છે.
લોહાણા સમાજની આ રાજય કક્ષાની વસ્તી ગણતરીનો શુભારંભ લાભપાંચમના સ૫૨મા દિવસે ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ ફોરમના પ્રમુખ જીતુભાઈ લાલે જામનગરથી પ્રથમ ફોર્મ ભરીને કર્યો, સાથે જ આ રાજય કક્ષાના લોહાણા ઈ-વસ્તી ગણતરી મહાઅભિયાનનો પ્રારંભ થયો છે. રાજયભરના લોહાણા મહાજનો સહિતની જ્ઞાતિ સંસ્થાઓને આ ઈ-વસ્તી ગણતરી મહાઅભિયાનમાં સહયોગ આપી તેને સફળ બનાવવા અને સમાજના સંગઠનને વધુ મજબુત કરવા માટેના પ્રયાસમાં સહભાગી બનવા જીતુભાઈ લાલે અનુરોધ કર્યો છે.





