Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
દ્વારકા પોલીસે શિકલીગર ગેંગના ઝડપી ઘરફોડ તેમજ બાઇક ચોરી કરતા કુખ્યાત શિકલીગર ગેંગના 3 સભ્યોને જડપી ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે, દ્વારકા પોલીસ સ્ટેશન તથા કલ્યાણપુર પોલીસ સ્ટેશન મથકે નોંધાયેલ ઘરફોડ તથા મોટરસાયકલ ચોરીઓના ભેદ ઉકેલી શિકલીગર ગેંગના 03 આરોપીઓને દબોચી દ્વારકા પોલીસે દબોચી લીધા છે સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા સાથે કુલ કિંમત રૂપિયા 49,000 નો મુદ્દામાલ દ્વારકા પોલીસે કબ્જે કર્યો છે, મહત્વનું છે કે દ્વારકામાં થોડા સમય પહેલા તા-25-4-2021 ના રાત્રી સમય દરમિયાન દ્વારકા ખાતે ઘરફોડ ચોરીના ત્રણ બનાવ બનેલા જેમાં દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર થયેલ હતા પોલીસ ને પડકાર ફેકનાર આ ચોરીનો ભેદ ઉકેલવો પોલીસ માટે જરૂરી હતો.
દ્વારકા પોલીસે દબોચી લીધેલ આરોપીઓમાં (1) શેરસિંહ ઉર્ફે સુરજ સિંગ રણજીતસિંહ ખીચ્ચી જાતે સિંકલીગર ધંધો મજુરી ભૂંડો પકડવાનો હાલ રે. ઢીચડા જામનગર (2) સતપાલ સિંહ સતનામ સિંહ ટાંક જાતે સીલીંગર ધંધો મજૂરી ભૂંડો પકડવાનો મૂળ ગામ બાબરા અમરાપરા (3) સંતોક સિંહ જૂણી જાતે શિકલીગર ધંધો મજુરી ભૂંડ પકડવાનો મૂળ એકતાનગર સયાજી સર્કલ પોલીસ ચોકી શામે આ ત્રણે આરોપીઓને દબોચી સોના ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયા સાથે કુલ કિંમત રૂપિયા 49.000/- મુદ્દામાલ કબજે કરેલ છે તેઓ પાસેથી ચોરીમાં ગયેલ મુદામાલ રિકવરી કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે,
આ સિવાય આરોપીઓએ પોતે કલ્યાણપુર પોલીસ સ્ટેશન પાટીયા ગામે થી એક મોટરસાયકલ પણ ચોરી કરેલની કબુલાત કરેલ હોય કલ્યાણપુર પોલીસ સ્ટેશન ખાતે આ બાબતે જાણ કરવામાં આવેલ ઝડપાયેલા આ આરોપીઓએ દેવભૂમિ દ્વારકા જિલ્લા સિવાય ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લામાં ચોરી લૂંટના 34 ગુનાઓને અંજામ આપી ચૂક્યાનું પણ સામે આવ્યું છે.