Mysamachar.in-સુરત:
આજના યુવાધન થી માંડીને મોટેરાઓ સુધી સૌ કોઈને પડીકી અને માવાની આદત લાગી છે, આમ તો તમાકુ એક પ્રકારનું ધીમું ઝેર છે, તે જાણવા છતાં લોકો મોજથી ખાય છે, પણ માવા અને પડીકી ખાનાર લોકો આ સમાચાર વાંચીને એક વખત વિચારતા ચોકકસ થઇ જશે, વાત છે રાજ્યના સુરતની જ્યાં ઉધના પોલીસે બનાવટી ગુટખા બનાવવાના મસમોટા રેકેટને ઝડપી પાડયુ છે, પોલીસે મળેલી ચોક્કસ માહિતીને આધારે ઉધના વિસ્તારમાં આવેલ સોસાયટીના મકાનમાં છાપો મારી બનાવટી ગુટખા બનાવવાનું મસમોટું રેકેટ ઝડપી પાડ્યું હતું.
ડુપ્લીકેટ તમાકુનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક નીવડી શકે છે. શહેરના બજારમાં બનાવટી ગુટખાના વેચાણ અંગેની માહિતીના આધારે ઉધના પોલીસે બનાવટી ગુટખા બનાવવાનું કારખાનું ઝડપી પાડ્યું છે. પોલીસને સ્થળ પરથી બ્રાન્ડેડ કંપનીના ગુટખા સહિત તંબાકું અને મોટા પ્રમાણમાં સોપારીના જથ્થા તેમજ સાધન સામગ્રી મળી આવી હતી. જોકે પોલીસે સ્થળ પરથી ઇલેક્ટ્રિક વજન કાંટા, પેકિંગ મશીન, સોપારીનો મોટો જથ્થો તેમજ બનાવટી ગુટખા બનાવવા માટે ઉપયોગમાં લેવાતા કેમિકલ ઉપરાંત મશીનરી કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી. બનાવટી ગુટખાનો આ કારોબાર કેટલા સમયથી ચાલી રહ્યો હતો અને આ કારોબારમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલ છે તે અંગેની ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.સ્થળ પરથી એક ની અટકાયત કરવામાં આવી છે, જયારે અન્ય ત્રણ ફરાર થઇ ગયા નું સામે આવી રહ્યું છે.