mysamachar.in-રાજકોટ:
સૌરાષ્ટ્રમાં સ્વાઇનફલૂનો કહેર હજુ કાબુમાં આવ્યો નથી, ત્યારે સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટમાં રહેતા વધુ એક દર્દીનું સ્વાઇનફલૂના કારણે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ નીપજયું છે અને અત્યાર સુધીમાં ૩૧ દર્દીના સ્વાઇનફલૂના કારણે મોત નિપજતા હાહાકાર મચી ગયો છે,
રાજકોટમાં દિવસે ને દિવસે સ્વાઇનફલૂના કેસોનો આંક સતત ને સતત ઉપર જઈ રહ્યો છે અને રાજકોટ જીલ્લામાં સ્વાઇનફલૂના કારણે અત્યારે સુધીમાં કુલ ૩૧ લોકોના મોત થઈનો આકડો જાહેર થવા પામ્યો છે ત્યારે સ્વાઇનફલૂના કહેરને રોકવામાં આરોગ્ય તંત્ર નિષ્ફળ જઇ રહ્યું હોય તેમ આ આંકડા પરથી સ્પષ્ટ થાય છે,
વધુમાં રાજકોટ જીલ્લામાં સ્વાઇનફલૂનોં કહેર દિવસેને દિવસે વધતો જતો હોય તેમ આ માસમાં સ્વાઇનફલૂના ૧૨૪ જેવા પોઝીટીવ કેસો નોધાયા છે,ત્યારે રાજકોટ શહેર અને જીલ્લામાં સ્વાઇનફલૂ રોકાવવાનું નામ ન લેતા લોકોના આરોગ્યને લઈને ચિંતામાં વધારો થયો છે,
ત્યારે રાજકોટ સહિત અન્યત્ર ૧૧ દર્દીઓ સ્વાઇનફ્લૂની સારવાર લઈ રહ્યા છે જેમાં એક દર્દીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે, રાજકોટમાં ગઈકાલે પણ વધુ એક ચાર વર્ષના નાના બાળકને સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝીટીવ જાહેર થયો છે,
દિવાળીના દિવસો નજીક હોય ત્યારે ઠંડી ગરમીના મિશ્ર હવામાનને લીધે રાજકોટમાં ઘેર ઘેર તાવ,શરદીની બીમારી જોવા મળે છે,તહેવારોમાં ગંદકી દૂર કરવામાં સ્થાનિક તંત્ર નિષ્ફળ ગયું હોવાના લીધે રોગચાળાનું પ્રમાણ ઉત્તરોતર વધી રહ્યું તેમ સ્થાનિકોનું માનવું છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.