Mysamachar.in-સુરત
માણસ જો ક્યારેક નશામાં આવી જાય અને ભાન ના રહે તો શું નું શું કરવા લાગે છે, આવા જ દ્રશ્યો કઈક સુરત નજીક કિમ -પીપોદરા હાઈ વે જોવા મળ્યા જ્યાં નશામાં ચુર થયેલ એક શખ્સના કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. દારૂ પીધેલી હાલતમાં યુવક હાઇવે ઉપર પહોંચ્યો હતો. યુવક હાઇ વે ઉપર જઈને ગાડીની સામે સૂઈ જતો હતો, ક્યારેક ગાડી ઉપર કૂદવાનું શરૂ કરી દેતો હતો. જેને કારણે ટ્રાફિક જામ થયું હતું. વાહનચાલકો કોઈ સમજી શકે તેવી સ્થિતિ ન હતી યુવકનું વર્તને પ્રકારનું હતું કે કેટલાય વાહનચાલકો પણ મુંજવણમાં મુકાઈ ગયા હતા.
ક્યારેક હાઈવે પર આવતી ગાડીઓની સામે ઉભો રહી જઈને ગાડીઓને અટકાવી દેતો હતો. તો ક્યારેક ગાડી નીચે સૂઈ જતો હતો. વળી કયારેક ગાડીઓ ઉપર ચડીને બૂમાબૂમ કરતો હતો અને ગાડીના ઉપર જ કૂદવાનું શરૂ કરી દેતો હતો. માનવામાં આવી રહ્યું છે કે તોફાને ચઢેલો આ શખ્સ નશામાં હતો, તો પરેશાન થઇ રહેલા કેટલાક વાહનચાલકો દ્વારા તેને હટી જવા માટે કહેવાતું હતું પરંતુ તે કોઈની વાત માનતો ન હતો, જયારે આસપાસ ઉભેલા લોકો થોડી વાર સુધી તેનો વીડિયો બનાવતા રહ્યા હતાં. પરંતુ યુવકે તેનું તોફાન વધારી દેતાં તમામ લોકો એકત્રિત થઈ ગયાં હતાં અને તેને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો.