Mysamachar.in-રાજકોટ:
દારૂબંધીવાળા ગુજરાતમાં રોજનો લાખોનો વિદેશી શરાબનો જથ્થો તો મળી જ આવે છે,ઉપરાંત છેલ્લા કેટલાક સમયથી યુવાધન શરાબનો નશો છોડીને અન્ય નશીલા દ્રવ્યોના સેવન તરફ વળ્યા હોય,તેવું લાગી રહ્યું છે.
રાજકોટ SOGની ટીમે અમદાવાદ-રાજકોટ હાઇવે પર જૂના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન નજીક ત્રણ શખ્સો માદક પદાર્થના જથ્થા સાથે શંકાસ્પદ હિલચાલ કરી રહ્યાની હકીકત મળતાં SOGની ટીમ દોડી જઈને પોલીસે નિયત વર્ણનવાળા ત્રણેય શખ્સને સકંજામાં લઇ તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઊઠી હતી. ત્રિપુટી પાસેથી 38.540 ગ્રામ કોકેન અને 16.750 ગ્રામ એમ્ફેટમીન મળી આવ્યું હતું.
SOGએ કુલ રૂ.5,52,900ની કિંમતનો માદક પદાર્થનો જથ્થો જપ્ત કરી નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ પાસેના મહાવીરપાર્કના મિલન સંજય ખખ્ખર, નેહરૂનગરના વિક્રમસિંહ સુખદેવસિંહ જાડેજા તથા મવડી રોડ પરની રાજદીપ સોસાયટીના પાવન નટુ મકવાણાની ધરપકડ કરી છે,
પોલીસનું માનવું છે કે આરોપીઓ પાસેથી મળેલા માદક પદાર્થની ઇન્ટરનેશનલ માર્કેટમાં 10 ગ્રામની કિંમત રૂ.1 લાખ જેવી થાય છે.આવા નશીલા પદાર્થો આ ત્રણેય શખ્સો પાસે કઈ રીતે પહોંચ્યા, કોણ આપી ગયુ, અને રાજકોટમાં આ નશીલા પદાર્થો કોને આપવાના હતા સહિતના મુદ્દાઑ પર પોલીસે તપાસ શરૂ કરી છે અને રાજકોટમાં નશીલા નેટવર્કમાં અન્ય કોણ સંડોવાયેલું છે, તેના મૂળ સુધી પહોંચવા પોલીસ મથામણ કરી રહી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.