Mysamachar.in-જામનગર
જામનગર શહેરમાં વૃક્ષોનું જોઈ તેવું જતન થાય તેવું લાગતું નથી હા ખર્ચ જરૂર થાય છે, આવું વધુ એક વખત થયુ છે, ગઈકાલે મળેલ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ગાર્ડન શાખા માટે રાઉન્ડ ટ્રી ગાર્ડ ખરીદ કરવા અંગે વર્ષ 2021- 22 નો વાર્ષિક રેઇટ કોન્ટ્રાકટ મંજુર કરવા અંગે કમિશનરની રજુ થયેલ દરખાસ્ત વાર્ષિક ખર્ચ રૂા. 10 લાખ મંજુર કરવામાં આવ્યા જેમાં (સભ્ય દીઠ 10-10 નંગ તેમજ મેયર, ડે. મેયર અને ચેરમેન સ્ટે. કમિટી હોદાની રૂએ 25-25 નંગ ફાળવવામાં આવશે. ઉપરાંત જો કોઇ સંસ્થા વૃક્ષારોપણ માટે માંગણી કરે તો તેઓને 50% રકમ વસુલી તેઓને મહતમ 25 નંગની મર્યાદામાં ટ્રી ગાર્ડ ફાળવવામાં આવશે.)
આ ઉપરાંત સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ગ્રાંટ અંતર્ગત સીવીલ વેસ્ટ ઝોન (વોર્ડ નં. 1,6 અને 7), સેન્ટ્રલ ઝોન (વોર્ડ નં. 5,9,13 અને 14)માં વોટર ટેન્કર વડે રોડ સાઇડ ટ્રી પ્લાન્ટેશનમાં પાણી પીવડાવવાના કામ (ભાગ-2) ના 2021-22 ના વાર્ષિક રેઇટ કોન્ટ્રાકટ અંગે કમિશનરની આવી અલગ અલગ બે દરખાસ્ત મંજુર કરવામાં આવી જેમાં કુલ 12.50 લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો પણ જાણકાર લોકો એવી ચર્ચાઓ કરતા સાંભળવા મળે છે કે જો આવા કામો ખરેખર થતા હોય તો શહેર રળિયામણું હોય…