Mysamachar.in-અમદાવાદ:
એક તરફ રાજ્યના કેટલાય શહેરોમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે, અને લોકો ઠુંઠવાઈ રહ્યા છે, ત્યારે બીજી બાજુ રાજ્યના હવામાન વિભાગ દ્વારા આજે ફરી એક વખત વરસાદની આગાહી કરવામાં આવી છે, જે રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર સમાન છે, હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે, હવામાન વિભાગની આગાહી જો સાચી ઠરશે તો દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલીમાં સામાન્ય વરસાદ પડી શકે છે. આગાહીના પગલે ખેડૂતો ચિંતામાં છે. એટલું જ નહિ રાજ્યના કેટલાક શહેરોના વાતાવરણમાં સવારથી જ પલટો આવ્યો છે, અને વાતાવરણ વાદળછાયું બની ગયું છે.